ડીસા હાઇવે ઉપર થી દક્ષિણ પોલીસે જુગાર રમતા 7 શખ્સોને ઝડપી પાડ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામાં શ્રાવણ મહિનામાં શ્રાવણીયા જુગારની ખીલી ઉઠેલી મોસમ વચ્ચે શહેર દક્ષિણ પોલીસના પ્રવીણ જગાણીયા, હરેશભાઈ સહિતની ટિમ આજે આજરોજ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ડીસા- પાટણ હાઇવે ઉપર આવેલ જલિયાણ કોમ્પ્લેક્સની પાછળ કેટલાક ઈસમો જાહેરમાં પૈસા વડે તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે જેથી તાત્કાલિક પોલીસ સ્થળ ઉપર જઈ રેડ કરતા જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડ્યા હતા.


પોલીસે તેમની પાસેથી જુગારનું સાહિત્ય અને રોકડ રકમ મળી કુલ રૂ.13,800 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી 1. પપ્પુબાલા પ્રસાદ રાઠોડ (રહે. જલિયાણ કોમ્પલેક્ષની પાછળ ડીસા) 2. પ્રેમનારાયણ રમેશચંદ્ર ખત્રી (રહે. કૃષ્ણનગર ડીસા) 3. કિતાબસિંગ રામસિંગ ઠાકોર (રહે. વાડીરોડ ડીસા) 4.રાકેશ છઠીલાલ નાઈ (રહે. જલિયાણ કોમ્પ્લેક્સ પાછળ ડીસા) 5. રામસિંગ કડોરે પ્રજાપતિ (રહે.જલિયાણ કોમ્પલેક્ષ પાછળ ડીસા) 6. શાહરુખ ખાન રસીદખાન મનસુરી (રહે કચ્છી કોલોની ડીસા) અને 7. સોનુભાઈ વાઘેલા (રહે. જલિયાણ કોમ્પ્લેક્સ પાછળ ડીસા) ની અટકાયત કરી તેમની સામે જુગાર ધારા એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.