ચાર શખ્સોએ કારમાં અપહરણ કરી થરાદના સોની યુવકને લૂંટી લીધો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ : થરાદ નગર અને પંથકમાં ચકચાર મચાવનાર ઘટનાની મળેલી વિગતો મુજબ શહેરના રાજદીપપાર્કમાં રહેતા અને નગરની મુખ્ય બજારમાં જ્વેલર્સની દુકાન ધરાવતા સી.પી.ચોકસી નામના વેપારી શનિવારની રાત્રિના દસેક વાગ્યાના સુમારે રાજદીપ પાર્કથી પંચવટી સોસાયટીમાં એક્ટીવા પર જઈ રહ્યા હતા. એ દરમિયાન એક કારમાં રહેલા ત્રણથી ચાર શખ્સોએ તેમને આંતરીને તેઓ કશું પણ સમજીએ તે પુર્વે તેઓનું કારમાં અપહરણ કરી ભગાવી મુકી હતી. તેમજ સૌપ્રથમ તેમના મોબાઈલમાંથી બંને સીમકાર્ડ કાઢીને ફેંકી દઇ ફોન પાછો

આપી દીધો હતો. પરંતુ તેમના ગળામાં પહેરવા રહેલી સોનાની બે વજનદાર ચેન લુંટી લીધી હતી. એટલું જ નહી લગભગ પોણા બે થી બે કલાક સુધી શખ્સોએ કારમાં જ ગોંધી રાખ્યા હતા.અને ઢીમા પુલ નજીક મોડી રાત્રે ઉતારી મુક્યા હતા. આ સમય દરમ્યાન કારમાં જ તેમની પાસે રૂપીયાની પણ માંગણી કરી હતી. જો કે સી.પી.ચોકસીએ હાલ પોતાની પાસે પૈસા નહી હોવાનું અને મોબાઇલમાં સીમ કાર્ડ નહી હોવાના કારણે અને તેમના ભાઇનો નંબર યાદ હોવાના કારણે તે આપતાં તેના પર અજાણ્યા મોબાઇલ પરથી ફોન કર્યો હતો. જેમાં ઉપરોક્ત શખ્સોએ રવિવારે વધુ રકમ તૈયાર રાખવાની ધમકી આપી હતી. જેમાં તેઓ કહે તે જગ્યાએ પૈસા પહોંચાડવા નહીતર ફરીથી અપહરણ કરવાની ધમકી આપી હતી. પરંતુ રવિવારે આવો કોઇ ફોન આવ્યો ન હતો. આ બનાવ અંગે સી.પી.ચોકસીએ થરાદ પોલીસને મળીને પીઆઇ જેબી ચૌધરીને સમગ્ર હકીકત જણાવી હતી. જેમાં પોલીસના કહેવા પ્રમાણે છટકાની તૈયારી પણ કરવામાં આવી હતી.
બીજી બાજુ આ બનાવને લઇને થરાદ શહેર અને પંથકમાં ભારે ચકચાર સાથે ભય અને ફફડાટની લાગણી પ્રસરવા પામી હતી. બીજી બાજુ બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીએ માઝા મુકી હોય તેમ ચોરી અને લુંટની ઘટનાઓ સામાન્ય થઈ પડી છે. કોરોનાની મહામારીના કારણે ધંધા-રોજગાર પડી ભાંગતાં યુવાધનની આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ તરફ પણ વધવા પામી છે. ત્યારે પોલીસ દ્વારા આવી ઘટનાઓને રોકવા સમયની સાથે વધુ સક્રિય કામગીરી કરવામાં આવે તેવી પ્રબળ જનમાંગ થરાદ પંથકની પ્રજામાં ઉઠવા પામી છે. સી.પી.ચોકસીના પરિવારજનોએ તેમનો હેમખેમ છુટકારો થતાં રાહતની લાગણી અનુભવી હતી. જોકે આ ઘટનામાં ઉપરોક્ત શખસોએ તેમની અવરજવર પર નજર રાખી હોવાનું અનુમાનપણ વ્યક્ત કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.