પાલનપુર દ્રારા સોફ્ટ લેન્ડીંગ ઓફ ચંદ્રયાન ૩(LVM3)નું આયોજન કરાયુ

બનાસકાંઠા
બનાસકાંઠા

આજ રોજ ભૌતિકશાસ્ત્ર વિભાગ,આર.આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી.એલ.પરીખ કોલેજ ઓફ કોમર્સ પાલનપુર અને ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત લોક વિજ્ઞાન કેન્દ્ર પાલનપુર ના સંયુક્ત ઉપક્રમે “સોફ્ટ લેન્ડીંગ ઓફ ચંદ્રયાન ૩ પર ડૉ.આર.જે.પાઠકનું વ્યાખ્યાન આયોજીત કરવામાં આવેલ. જેમાં તેઓએ ડૉ.વિક્રમ સારાભાઇ, તેમના થયેલ કાર્યો, ચંદ્રયાન ૩ તથા આજ રોજ જે ચંદ્રયાન ૩નું સોફ્ટ લેન્ડીંગ થવાનું છે આ પ્રોગ્રામ માં ઈસરો દ્વારા ચંદ્રયાન ૩ ના પ્રપલશન મોડ્યુલ લેન્ડર વિક્રમ તથા રોવર પ્રજ્ઞાન તથા તેના કામો પર વિશેષ સમજણ આપી અને ચંદ્રયાન ૩ની સફળતાથી ઈસરો અને દેશ તથા વિદેશ ને કેવા પ્રકાર ના ફાયદા થશે તેની પણ સમજણ આપી સાથે સાથે આ સફળતા થી ભારત વિશ્વમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોચનાર પ્રથમ રાષ્ટ્ર બનશે તેના વિષે વિધ્ધાર્થીઓને માહિતગાર કર્યા હતા.

આ પ્રોગ્રામ માં કુલ 08 અધ્યાપકો અને ૧૦૫ કોલેજના બી.એસ સી સેમ.૧ ના વિધ્ધાર્થીઓ એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમના આયોજન માટે પ્રિન્સીપાલ ડૉ. વાય બી ડબગરે પ્રોત્સાહન પૂરું પાડેલ.આ પ્રસંગે પ્રા.પી વી મોઢ, પ્રા. એસ આઈ ગટીયાલા, પ્રા. આર ડી વરસાત, પ્રા.સાગર આર નાઈ, લોક વિજ્ઞાન કેન્દ્ર પાલનપુરના આસિસ્ટન્ટ કો-ઓર્ડીનેટર પ્રિન્સ મેવાડા, મહેશ ભાઈ અને પ્રકાશ ભાઈ એ હાજર રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવામાં મદદરૂપ થયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.