પાલનપુરમાં સોસાયટીનો માર્ગ પાણીમાં ગરકાવ, 400 પરિવારને મુશ્કેલી

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરના આકેસણ રોડ નજીક આવેલી પરફેકટ હોમ સોસાયટીમાં જવાનો માર્ગ ભારે વરસાદના કારણે બેટમાં ફેરવાઇ જતાં 400 રહીશો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. આકેસણ ગ્રામ પંચાયતની હદમાં આવતા આ માર્ગ ઉપર પાણીના નિકાલ માટેના કામમાં ગેરરિતી આચરવામાં આવી હોવાથી આ સ્થિતિનું નિર્માણ થયું હોવાના આક્ષેપો ઉઠવા પામ્યા છે.

પાલનપુર- આકેસણ રોડ નજીક પરફેકટ હોમ સોસાયટીના 30 મકાનોમાં 400 રહીશો છે. જોકે, સોસાયટીને સાંકળતા માર્ગ ઉપર બે દિવસના ભારે વરસાદથી કેડસમા પાણી ભરાઇ ગયા છે. જેના નિકાલ માટે બનાવેલી પાઇપ લાઇન નિષ્ફળ જતાં રહીશોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રહીશોએ આક્રોશ સાથે જણાવ્યું હતુ કે, આ માર્ગ આકેસણ ગ્રામ પંચાયતની હદમાં આવે છે. જેમાં પંચાયત દ્વારા પાણીના નિકાલ માટેની પાઇપલાઇનમાં ગેરરિતિ આચરવામાં આવી છે. ઓછા વ્યાસની પાઇપલાઇનો નાંખવામાં આવી હોવાથી પાણીનો નિકાલ થતો નથી. રજૂઆત કરવા છતાં ઉકેલ આવતો ન હોઇ બે વર્ષથી ચોમાસા દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

5 લાખના ખર્ચે પાઇપલાઇનનું કામ થયું હતુ. જેમાં ચાર પાઇપોનો ઢાળ મળ્યો ન હોઇ સમસ્યા થઇ હતી. જોકે, વર્તમાન સરપંચ દ્વારા આ કામ કરવામાં આવતું નથી. આ કામમાં બે વખત બીલ મંજુર કરાવવામાં આવ્યું છે. જેની ડીડીઓ સમક્ષ રજૂઆતો કરેલી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.