પશ્ચિમ બંગાળમાં મહિલાઓ પરના અત્યાચારનો વિરોધ કરતું સામાજિક સમરસતા મંચ

બનાસકાંઠા
બનાસકાંઠા

નિવાસી કલેકટરને આવેદનપત્ર આપી લગાવી ન્યાયની ગુહાર: પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં તાજેતરમાં અનુસૂચિત જાતિ, સનુસૂચિત જનજાતિના પરિવારો અને ખાસ કરીને મહિલાઓ પરના અમાનવીય અત્યાચારો સામે અવાજ ઉઠાવતા સામાજિક સમરસતા મંચ પાલનપુર દ્વારા નિવાસી કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવવામાં આવી હતી.

પશ્ચિમ બંગાળમાં તૃણુમલ કોંગ્રેસ ની સરકારમાં સંદેશખાલીમાં મહિલાઓ પર અમાનવીય અત્યાચાર થઈ રહ્યા છે. બાળકો અને મહિલાઓ પર બર્બતાપૂર્ણ વ્યવહાર, જઘન્ય અપરાધને લઈને બાળકો અને મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે. ત્યારે પાલનપુર ખાતે સામાજિક સમરસતા મંચ દ્વારા પશ્ચિમ બંગાળમાં થઈ રહેલા મહિલા અત્યાચાર સામે વિરોધ પ્રદર્શન કરાયું હતું. બાદમાં નિવાસી અધિક કલેકટરને આવેદનપત્ર સુપરત કરાયું હતું. જેમાં મહિલા ઉત્પીડનનો ભોગ બનેલી મહિલાઓને ન્યાય આપવાની, કસુરવારો સામે એફઆરઆઈ નોંધી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા, મહિલા-બાળકો સહિત પીડિતોને રક્ષણ આપવાની માંગ સાથે કસૂરવાર તૃણુંમલ કોંગ્રેસના નેતા સહિતના લોકો સામે કડક પગલાં ભરવાની માંગ કરાઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.