દિયોદરમાં તસ્કરોનો તરખાટ, એક સાથે 3 દુકાનોના તૂટ્યા તાળા

ગુજરાત
ગુજરાત

દિયોદર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ચોરોએ માઝા મૂકી છે. થોડા સમય પૂર્વે દિયોદરમાં કેટલાક મકાનોના તાળાં તૂટ્યા હતા, અને લાખો રૂપિયાની ચોરી થઇ હતી. જો કે, ચોરી થવા છતાંય પોલીસ દ્વારા આંખ આડા કાન કરી ફરિયાદો લેવામાં ભારે ઉદાસીનતા રાખી હતી. જો કે, આ ગુનામાં ચાર જેટલા આરોપીઓ પકડાયા છતાં પણ પોલીસ દ્વારા તેમને જાણ કે છાવરવાના પ્રયત્નો વિવાદાસ્પદ બનવા પામેલ હતા. આખરે મિડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થતાં પોલીસે તાબડતોબ પત્રકાર પરિષદ બોલાવી અધકચરી માહિતી આપી બચાવ કરવાનો જાણે કે પ્રયાસ કર્યો હોય તેમ જોવા મળ્યું હતું. જો કે, આની ઠંડક હજુ નબળી પડી નથી ત્યાં ગતરાત્રે દિયોદર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ત્રણ – ત્રણ દુકાનોના તાળાં તૂટતાં લોકોમાં ગભરાટની લાગણી વ્યાપી છે. આ ચોરીનો ભોગ બનનાર વેપારીઓની પોલીસ ફરિયાદ નોધાવી છે. મહત્વનું છે કે ચોરોએ ચોરી દરમિયાન સુપરમોલનો સીસીટીવી કેમેરાનું DVR પણ ઉઠાવી ગયા હોવાનું જાણવા મળ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.