છાપીમાં મોબાઈલ શોપના શટરના તાળા તોડી તસ્કરો ૧૨ મોબાઈલ અને રોકડ લઈ ફરાર

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ છાપી : વડગામ તાલુકાના છાપીમાં ગુરૂવારની રાત્રે એક મોબાઈલની દુકાનના શટરના તાળા તોડી દુકાનમાંથી રોકડ સાત હજાર સહિત કુલ બાર મોબાઈલ મળી કુલ રૂપિયા ૧.૫૭ લાખનો મુદ્દામાલ તસ્કરો ઉઠાવી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે આ ઘટનાની જાણ થતાં છાપી પોલિસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ છાપીની જુમ્મા મસ્જિદ પાસે આવેલ સુપર મોબાઈલ શોપમાં ગુરૂવાર રાત્રે દુકાનના શટરના તાળા સહિત નકુચા કાપી બે તસ્કરો દુકાનમાં પડેલ વિવિધ કંપનીઓના મોબાઈલ નંગ ૧૨ કિંમત ૧.૫૦ લાખ તેમજ રોકડા રૂપિયા સાત હજાર મળી કુલ એક લાખ સત્તાવન હજારની ચોરી કરી ફરાર થઈ જતાં છાપી પંથક માં ચકચાર મચી જવા પામી હતી. ચોરીની જાણ દુકાનના માલિકને થતાં દુકાન માલિકે પોલીસને જાણ કરતા છાપી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કરી આસપાસના દુકાનોના સીસીટીવી ફૂટેજ મેળવી ચોરોનું પગેરું શોધવા કવાયત હાથ ધરી હતી. દરમિયાન છાપીના સૌથી સુરક્ષિત વિસ્તારમાં તસ્કરો ચોરી કરી ફરાર થઈ જતાં અનેક સવાલો ઉઠવા પામ્યા છે. આ અંગે દુકાન માલિક અબ્દુલ લતીફ ગફુરભાઈ મેમણે છાપી પોલીસ મથકે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવતા છાપી પીએસઆઈ એસ.ડી.ચૌધરી એ ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.