બનાસકાંઠામાં ધીમીધારે વરસાદ જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં દિવસભરની ભારે ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. જેમાં ધાનેરાના બોર્ડર વિસ્તાર બાપલા, વાછોલ, વક્તાપુરા ગ્રામીણ વિસ્તાર તેમજ પાલનપુર વડગામ અમીરગઢ સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે.
બનાસકાંઠા જિલ્લામાં થોડાક દિવસોના વિરામ બાદ ફરી વરસાદની એન્ટ્રી થઈ છે. છેલ્લા ત્રણ થી ચાર દિવસથી ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ થતાં વાતાવરણમાં ચોતરફ ઠંડક પ્રસરી હતી. જેમાં ધાનેરા બોડર વિસ્તાર બાપલા, વાંછોલ, વક્તાપૂર ગ્રામ્ય સહીત પાલનપુર વડગામ અમીરગઢ પંથકમાં વરસાદી ઝાપટા પાડ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે થી ત્રણ દિવસથી વાતાવરણમાં ભારે પલટો આવ્યો હતો અને દિવસભર વાદળછાયુ વાતાવરણ રહેતા લોકો ભારે બફારાનો અનુભવ કરી રહ્યા હતા.અચાનક વાતાવરણમાં પલટો આવતા ઝરમર વરસાદ શરૂ થઈ ગયો હતો . ધીમી ધારે વરસાદ વરસતા શહેરના માર્ગો ફરીથી પાણી પાણી થઈ ગયા હતા જોકે લાંબા વિરામ બાદ બાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.