ડીસામાં પત્નીને ભરણપોષણ ન ચૂકવનાર પતિને સાદી કેદની સજા

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામાં રહેતી એક મહિલાને તેના પતિએ ભરણપોષણની રકમ ન ચૂકવતા ડીસાની નામદાર કોર્ટે તેના પતિને બે અલગ અલગ કેસમાં એકમાં 17 માસની સાદી કેદ બીજામાં 140 દિવસની સાદી કેદની સજા ફટકારી છે. અરજદાર ભરણપોષણની રકમ એક સાથે ચૂકવી દેતો કેદની સજામાંથી મુક્ત કરવાનો પણ કોર્ટે આદેશ કરેલો છે.ડીસામાં રહેતી એક યુવતીએ સમાજના રિતી રિવાજ મુજબ આણંદ ખાતે રહેતા મેહુલભાઈ પ્રજાપતિ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ લગ્ન બાદ બંન્ને વચ્ચે મનમેળ ન આવતા યુવતી તેના પિયર ડીસા ખાતે આવી ગઈ હતી અને તેના ભરણપોષણ માટે તેણે નામદાર કોર્ટમાં અરજી કરી હતી. જેના અનુસંધાને નામદાર કોર્ટે યુવતીના ભરણ પોષણ માટે તેના પતિને દર મહિને 20 હજાર રૂપિયા ચુકવવા માટે હુકમ કર્યો હતો, પરંતુ હુકમ કર્યા બાદ અત્યાર સુધી એટલેકે 17 મહિના સુધી મેહુલ પ્રજાપતિએ તેની પત્નીને કોઈ જ પૈસા ચૂકવ્યા ન હતા.

જેથી યુવતીએ ભરણપોષણના પૈસા મેળવવા માટે કોર્ટમાં બે અલગ અલગ અરજી કરી હતી. જે બન્ને અરજી ડીસાના જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા અને અરજદારના વકીલ હીનાબેન ઠક્કરની રજૂઆતને ધ્યાને લઇ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ (ફર્સ્ટ ક્લાસ) કુલદીપ શર્માએ પૈસા ચૂકવવામાં કસૂરવાર ઠેરવી મેહુલ પ્રજાપતિને એક અરજીના કેસમાં 17 માસની સાદી કેદી સજા જ્યારે બીજી અરજીના કેસમાં કુલ 140 દિવસની સાદી કેદની સજા ફટકારી છે. વિપુલ પ્રજાપતિ બાકી ચૂકવવાની તમામ રકમ એક સાથે તેની પત્નીને ચૂકવે તો તેને જેલ મુક્ત કરવાનો પણ મેજિસ્ટ્રેટે હુકમ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.