પાલનપુરના પરશુરામ ધામ ખાતે શસ્ત્ર પૂજન સહ ગરબા મહોત્સવ
ભુદેવો સમૂહમાં શસ્ત્ર પૂજન સાથે ગરબા કરી બ્રહ્મ એકતાના દર્શન કરાવશે: ઉત્તર ગુજરાતમાં સૌથી મોટું શ્રી પરશુરામ ધામ પાલનપુર ખાતે આકાર લેવા જઈ રહ્યું છે. ત્યારે દશેરાના દિવસે પરશુરામ ધામ ખાતે ભૂદેવો સમૂહમાં શસ્ત્ર પૂજન કરી ગરબે ઘૂમી બ્રહ્મ એકતાના દર્શન કરાવશે.
પાલનપુર ખાતે ઉત્તર ગુજરાતનું સૌથી મોટું પરશુરામ ધામ બનવા જઇ રહ્યું છે. પાલનપુરના પારપડા રોડ પર એક લાખ પંચોતેર હજાર ફુટ જગ્યામાં પરશુરામ ધામ આકાર પામશે. જેમાં રૂ.એક કરોડના ખર્ચે ભુદેવોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામનું ભવ્ય મંદિર બનશે તેવું સમસ્ત બ્રહ્મ સમાજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
દરમિયાન, દશેરાના દિવસે જિલ્લાભરના ભૂદેવો પરશુરામ ધામ ખાતે સમૂહમાં શસ્ત્ર પૂજન કરી માં શક્તિની આરાધના કરતા ગરબે રમી બ્રહ્મ શક્તિના દર્શન કરાવશે. આ પ્રસંગે બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ શૈલેષભાઈ જોશી, પરશુરામ પરિવારના ડામરાજી રાજગોર, સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના પ્રદેશ અગ્રણી ભરતભાઇ વ્યાસ સહિત ના ઉપસ્થિત ભુદેવ અગ્રણીઓ દ્વારા પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરને આમંત્રણ આપવામાં આવ્યું હતું.