કાંકરેજ તાલુકાના ચેખલા ગામે થી રૂ.11180 ની રોકડ સાથે સાત જુગારી ઝડપ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

શિહોરી વિસ્તાર મા શ્રાવણ માસ હોવાથી જુગાર રમવા વાળા નો રાફડો ફટ્યો છે. અને આ પવિત્ર મહિના મા શકુનીઓ મોટા પ્રમાણ મા જુગાર રમતા હોય છે. ત્યારે ગત રોજે શિહોરી પીએસઆઇ પટેલ ના માર્ગદર્શન હેઠળ શિહોરી પોલીસ સ્ટાફના માણસો જુગાર દારૂ ને બદી નો રોકવા શિહોરી પોલીસ મથક વિસ્તારના ચેખલા તરફ પેટ્રોલિંગ મા હતા. ત્યારે ખાનગી રાહે બાતમી મળેલ કે ચેખલા થી રવિયાણા રોડ તરફ કેટલાક લોકો પોતાના અંગત સ્વાર્થ ખાતર ગંજી પાના નો હરજીત નો જુગાર રમાય છે જેથી પોલીસ સ્ટાફ ના માણસો એ બાતમી વાળી જગ્યા એ રેડ કરતા વેલાજી રૂપાજી ઠાકોર ના ઘર ની આગળ લીમડા ના ઝાડ નીચે ખુલ્લા મા કેટલાક ઈસમો ગંજી પાનાં નો હરજીત નો જુગાર રમી રહ્યા હતા.

ત્યારે પોલીસે કોર્ડન કરી સાત જુગારી રૂ 11180 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા અને સ્થળ પર થી જુગાર રમવા ના સાહિત્ય સાથે 11180 રૂ ના મુદ્દામાલ ઝડપી લીધો હતો અને સાત ઈસમો ને શિહોરી પોલીસ મથકે લાવવા મા આવ્યા હતા.

સાત જુગારી ઝડપ્યા

અરજણજી જીતાજી ઠાકોર

મોંઘાજી વરસંગજી ઠાકોર

વેલાજી રૂપાજી ઠાકોર

ગમનજી લેબુજી ઠાકોર

બાબુજી રવાજી ઠાકોર

અમરતજી ગોબરજી ઠાકોર

શામળાજી વરસંગજી ઠાકોર

તમામ રહેવાસી ચેખલા તાલુકો કોંકરેજ જીલ્લો બનાસકાંઠા નો ને ઝડપી શિહોરી પોલીસ મથકે ગુનો નોંધાયો છે. 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.