ડીસા સ્ટેટ બેંક શાખાના સાત કર્મચારી કોરોના પોઝીટિવ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : કોરોના મહામારી હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. એક અંદાજ પ્રમાણે ૮૦ % ઘરો સુધી આ મહામારીનો ચેપ ફેલાઈ ચુક્યો છે. કોરોના કોવિડ- ૧૯ ના ભયને લઈ અનેક લોકો રિપોર્ટ કરાવવામાં પણ સતત ભય અનુભવી રહ્યા છે અને તેઓ બીજા લોકોને ચેપગ્રસ્ત બનાવી રહ્યા છે આ બીમારી ક્યાં જઈ અટકશે ? તે બાબતે કોઈ જ ચોકકસ સમય મર્યાદા હાલના સમયમાં દેખાતી નથી. ડીસા શહેરમાં પણ પ્રતિદિન ૫૦ આસપાસ કોરોના પોઝીટિવ કેસ દરરોજ આવી રહ્યા છે ત્યારે શુક્રવારે ડીસાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખામાં કામ કરતા સાત કર્મચારીને એક સાથે કોરોના પોઝીટિવ આવતા હડકંપ મચી ગયો હતો અને હરકતમાં આવેલ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બેકનું કામકાજ બંધ કરી સમગ્ર વિસ્તારને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરી પ્રવેશબંધી ફરમાવવામાં આવી દીધી હતી. જો કે એક સાથે સાત બેંક કર્મીને કોરોના પોઝીટિવ આવતા બેકનું કામકાજ બંધ કરી દેવામાં આવતા અનેક ગ્રાહકો અટવાઈ ગયા હતા. જેમાં સિનિયર સીટીઝન, વેપારી અને ખેડૂતવર્ગને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. આ બાબતે બેેંકના સૂત્રોએ જણાવ્યુ હતું કે, સોમવારે હેડ ઓફિસથી જે પ્રમાણે ગાઈડલાઈન જારી કરવામાં આવશે તે રીતે આગળની કામગીરી હાથ ધરવામાં આવશે અને હાલ ગ્રાહકોને હાઇવે શાખાનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.