બનાસકાંઠામાં કોરોનાની રી-એન્ટ્રી સાથે જ સાત એક્ટિવ કેસ નોંધાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

સરહદી બનાસકાંઠા જિલ્લામાં કોરોના ની રી-એન્ટ્રી સાથે આજે કોરોનાના ૦૨ પોઝીટિવ કેસ નોંધાયા હતા. જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે ૯૬૧ સેમ્પલ લેવાયા હતા. જેમાંથી ૦૨ પોઝીટીવ કેસ સાથે ૦૦ દર્દીઓ ડિસ્ચાર્જ થવાની સાથે જિલ્લામાં ૦૭ એક્ટિવ કેસ હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની રી-એન્ટ્રી થઈ છે. ત્યારે આજે જિલ્લામાં કોરોનાના ૦૨ કેસ નોંધાયા હતા. જેમાં વેપારી મથક ડીસામાં ૦૧ અને ભાભરમાં ૦૧ કેસ નોંધાયો હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન, આજે ૫૩૬ આરટીપીસીઆર અને ૪૨૫ એન્ટીજન મળી કુલ ૯૬૧ સેમ્પલ લેવાયા હતા. જેમાં બનાસકાંઠામાં ૦૨ કોરોના પોઝેટીવ હોવાનું અને ૦૦ કોરોના સંક્રમિત વ્યક્તિને ડિસ્ચાર્જ કરવાની સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવના ૦૭ કેસ એક્ટિવ હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.