પાલનપુર પંથકની સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર આરોપીને સેશન્સ કોર્ટે 20 વર્ષની સજા ફટકારી
પાલનપુર પંથકની સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર આરોપીને સેશન્સ કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે જેમાં 2023માં આરોપીએ 9 વર્ષની સગીરા પર દુસ્કર્મ ગુજાર્યું હતું અને પાલનપુર તાલુકા પોલીસ મથકે અમીરગઢ તાલુકાના રાવતા ખોખરીયા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી. પાલનપુર સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા સેસન્સ કોર્ટના જજે આરોપી રાવતા ખોખરીયાને 20 વર્ષની સજા અને રૂ.50 હજારના દંડનો કર્યો હુકમ કર્યો છે.
સરકારી વકીલ પાલનપુર જણાવ્યું હતું કે 10-9-2023 ના ભોગ બનનાર સાથે પોતાના ખેતરમાં ઘાસચારો નાખવા ગયેલ હતી તે વખતે તેના પસુઓના છાપરા જોડે આ કામના આરોપી રાવતા ભાઈ રાજાભાઈ અમીરગઢ અજાપુર વોકના રહેવાસી બાજુના ખેતર માં ભાગીયા તરીકે કામ કરતો હતો તે વખતે ભોગ બનનાર જ્યારે પશુઓ ને ઘાસ ચારો નાખતી હતી ત્યારે પકડી નેતિ સાથે દુષ્કર્મ કરેલુ અને ભોગ બનનારે બુમા બુમ કરતા તેના પરિવારજનો તેની માતા સહિત દોડી પહોંચતા જેથી આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. જેની ફરિયાદ તારીખ 11-9-2023 ના રોજ ભોગ બનનાર ની માતાએ ફરિયાદ નોંધાવી હતી જેથી એડિશન કોર્ટ દ્વારા પ્રોશુકેસન દ્વારા કોર્ટમાં પુરાવા રજૂ કર્યા હતા. તેના સાથેના સંયુક્ત પુરાવા ધ્યાને લઈ આ કામના આરોપી ને 376 A B માં આજીવન અને પોસ્કો કલમ ચાર મોં 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને 50 હજારનો દંડ કરવામાં આવ્યો છે.