ધાનેરાના કોટડા રવિયા ગામના પ્લોટ(પરા) વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

ધાનેરા તાલુકાના નાના મેડા ગ્રુપ ગ્રામપંચાયતમાં આવેલા કોટડા રવિયા ગામના પ્લોટ વિસ્તારમાં રહેતા ૩૦ જેટલા પરિવારો છેલ્લા બે માસથી પીવા માટેનું પાણી મેળવવા માટે આમતેમ ભટકી રહ્યા છે. કોટડા રવીયા ગામના પ્લોટ વિસ્તારમાં દલિત આદિવાસી સમાજના પરિવારો વસવાટ કરે છે. ગ્રામ પંચાતના વેરા પણ તેઓ ભરપાઈ કરી રહ્યા છે. ઘરે ઘરે પાણીનાં નળ કનેક્શન પણ આવેલા છે. છતાં પણ છેલ્લા બે માસ થી ગ્રામ પંચાયતનાં પાણીનાં નળમાંથી પાણીનું એક ટીપું પડ્યું નથી. ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારી સુધી રજૂઆત કરી હોવા છતાં પણ આજે કોઈ સરકારી તંત્ર પાણી બાબતે તેમની રજૂઆત સાભળવા માટે આવ્યું નથી. કોટડા રવિયાં ગામના પ્લોટ વિસ્તારમાં રહેતા પરિવારો મોટા ભાગે શ્રમિક છે. જાેકે પીવા માટે પાણી મેળવ્યા બાદ તેઓ મજૂરીએ જઈ શકે છે. બીજી તરફ પરિવાર ચલાવવા માટે કેટલાક પરિવારો પશુપાલનનો વ્યવસાય પણ કરી રહ્યા છે. જાેકે પાણી ની તીવ્ર સમસ્યાના કારણે સૌથી વધારે મહિલાઓ મુશ્કેલી વેઠી રહી છે. પોતાના ઘર નજીક આવેલા ખેતરોમાં કિલોમીટરનાં અંતર કાપી મહિલાઓ પાણીનાં બેડા લઈ પાણી મેળવી રહી છે.તો કેટલાક પરિવારો પાણી માટે ખર્ચ પણ કરી રહ્યા છે.

ગ્રામ પંચાયત વહીવટદારોના હવાલે થતા રજૂઆતમાં વધારો
ધાનેરા તાલુકાની સ્થાનિક ગ્રામ પંચાયત વહીવટદારોના હવાલે થતા રજૂઆતમાં વધારો થયો છે. આખરે ગામડામાં રહેતા શિક્ષણ વગરના ગરીબ પરિવારોને પડી રહેલી હાલાકીને લઈ ક્યાં રજૂઆત કરવી તે પણ ગ્રામજનોને ખબર નથી. છેલ્લા બે માસથી પીવાના પાણીને લઈ કોટડા રવીયા ગામના પ્લોટ વિસ્તારના પરિવારો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. ભૂગર્ભમાં પાણી ના હોવાના કારણે બોરવેલ ફેલ કોટડા રવીયા ગામ ખાતે પાણી પુરવઠા વિભાગ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બોરવેલ બનાવેલ છે. પરંતુ ભૂગર્ભમાં પાણી ના હોવાના કારણે બોરવેલ ફેલ ગયો છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા ટેન્કરથી કોટડા રવીયા ગામમાં પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે.સ્થાનિક વહીવટી તંત્ર રજૂઆત પર ધ્યાન આપે તો ૩૦ પરિવારોને ઘરે બેઠા પીવા માટે પાણી મળે તેમ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.