બાલારામ બ્રિજ પર ટ્રેલર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત
બનાસકાંઠા માં અકસ્માતો નો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માતો ની વણઝાર થમવાનું નામ લેતી નથી. તેવામાં ગત રાત્રી એ ફરી એક અકસ્માત ની ઘટના સામે આવી છે. ગત રાત્રી એ એક ટ્રેલર અને ટ્રક વચ્ચે પાલનપુર આબુરોડ ના નેશનલ હાઇવે પર બાલારામ બ્રિજ ઉપર અકસ્માત ની ઘટના બનવા પામી હતી. ટ્રક અને ટ્રેલર બંને ટકરાતા અકસ્માત માં ટ્રેલર ડિવાઈડર કુદી ને બાજુ ના રોડ પર પલટી મારતા કપચી બંને બાજુ ના રોડ પર પથરાઈ જવાથી બંને બાજુ ના રોડ બ્લોક થઈ ગયા હતા.
જેના કારણે નેશનલ હાઇવે ઉપર 10 થી 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો. ટ્રેલર નો ચાલક અને ખલાસી કેબીન માં ફસાઈ જતા એલ એન્ડ ટી વિભાગ અને પોલીસ ની ભારે જહેમત બાદ બંને ઈસમો ને બહાર નીકાળવામાં આવ્યા હતા. અકસ્માત માં ઘાયલ વ્યક્તિઓ ને સારવાર માટે પાલનપુર હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા. 108 ના સ્ટાફ માં નિસારખાન મહેશભાઈ ગણેશભાઈ કિરણભાઈ અને નવરંગખાને ઘાયલ વ્યકિતઓ ને સમયસર પાલનપુર સિવિલ હોસ્પિટલ પહોંચાડી ને સરસ કામગીરી બજવી હતી