ડીસા નગરપાલિકાના બીજા ટર્મના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી માટે સેન્સ લેવાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામાં નગરપાલિકામાં અઢી વર્ષની ટર્મ પુરી થતા નવા પ્રમુખ-ઉપપ્રમુખના પદ માટે ભાજપ દ્વારા દાવેદારોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં ભાજપના ચૂંટાયેલા 13 અને 6 અપક્ષ મહિલા કોર્પોરેટરોએ પોતાની દાવેદારી નોંધાવી હતી.ડીસા નગરપાલિકાના પ્રથમ ટર્મના બોર્ડની મુદત આગામી 15 સપ્ટેમ્બર 2023ના રોજ પૂરી થતી હોવાથી અઢી વર્ષ માટે નવા પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂક માટે ભાજપ દ્વારા ડીસા માર્કેટ યાર્ડ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપના પ્રદેશ નિરીક્ષક મયંકભાઈ નાયક, અશોકભાઈ જોશી અને જયશ્રીબેન દેસાઈની ટીમે પ્રમુખ ઉપપ્રમુખના દાવેદારોને વન ટુ વન રૂબરૂ બોલાવીને ચર્ચા કરી સેન્સ લીધા હતા. ડીસા પાલિકામાં અઢી વર્ષની ટર્મ માટે સામાન્ય મહિલા અનામતની બેઠક પ્રમુખ પદ માટે તેમજ ઉપપ્રમુખ પદ માટે પુરુષ ઉમેદવારની બેઠક છે. જેથી ભાજપની 13 મહિલા કોર્પોરેટર તેમજ અપક્ષની 6 મહિલા કોર્પોરેટરોએ પ્રમુખ બનવા માટે પોતાની દાવેદારી નોંધાવી હતી.


ડીસા નગરપાલિકામાં કોર્પોરેટરોમાં વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યનું ગ્રુપ તેમજ અન્ય એક ગ્રુપ પ્રમુખ બનવા માટે થનગની રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી આ ગ્રુપો દ્વારા સભ્યોને પોતાની તરફ કરવા ખેંચતાણ ચાલી રહી છે. ત્યારે હવે ભાજપ કોના પર પસંદગીનો કળશ ઢોળે છે તે આગામી સમયમાં જ ખ્યાલ આવશે. આ અંગે પ્રદેશ નિરીક્ષક મયંકભાઈ નાયકે જણાવ્યું હતું કે, આગામી નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઇ ભાજપ દ્વારા કામગીરી હાથ ધરાઇ છે. જે અંતર્ગત આજે ડીસામાં નગરપાલિકાની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારોના સેન્સ લેવાયા હતા અને તમામ સભ્યોએ પાર્ટી જે નિર્ણય કરશે તે યોગ્ય રહેશે તેમ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.