કાપરા ગામની નિધિ દેસાઈની અંડર ૧૯ ગુજરાત ક્રિકેટ એસોસીએશનની ટીમમાં પસંદગી

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના નાનકડા એવા કાપરા ગામના વતનની નારાયણભાઈ દેસાઈની દીકરી નિધિને નાનપણથી જ ક્રિકેટનો ખૂબ જ શોખ હતો અને આ દીકરીનો શોખ પૂરો કરવા અને તેને આગળ વધારવા માટે તેના પિતા સહિત પરિવારજનો એ નિધિને સપોર્ટ કરતાં નિધિ અત્યારસુધી અનેક ટુર્નામેન્ટોમાં ભાગ લઈ બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું છે. નિધિએ ડીસાના ન્યૂ. ટીસીડી ગ્રાઉન્ડ ખાતે કોચ વિપુલ આલ અને શૈલેષ મકવાણાના માર્ગદર્શન હેઠળ કોચિંગ મેળવ્યું હતું અને આજે આ દીકરીની અંડર ૧૯ ગુજરાત ક્રિકેટ એસોસિએશનની ટીમમાં પસંદગી થવા પામી છે અને ગુહાટી ખાતે યોજાનાર વિવિધ રાજ્યોની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાત વતી નિધિ દેસાઈ પણ ક્રિકેટ રમશે.લાખણી તાલુકાના કાપરા ગામે રહેતા નારાયણભાઈ દેસાઈની દીકરી નિધિ દેસાઈને અભ્યાસ કરતા ક્રિકેટમાં વધુ રસ હોવાથી તેના પરિવારજનોએ નિધિને ક્રિકેટનું સારૂ કોચિંગ મળી રહે તે માટે ડીસાના ન્યુ. ટીસીડી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કોચિંગ માટે મોકલી હતી. જ્યાં કોચ વિપુલ આલ અને શૈલેષ મકવાણા દ્વારા નિધિ દેસાઈને બેટિંગ ફિલ્ડીંગ બોલિંગ જેવું સંપૂર્ણ ક્રિકેટનું કોચિંગ આપવામાં આવ્યું હતું અને તેના લીધે જ અગાઉ પણ નિધિ દેસાઈએ જિલ્લાને રાજ્ય લેવલની જુદી જુદી ક્રિકેટ ટુર્નામેન્ટોમાં ભાગ લઈ કાપરા ગામ અને બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું છે. ત્યારે ગુજરાત ક્રિકેટ એસોસિએશનની અંડર ૧૯ મહિલા ક્રિકેટ ટીમમાં નિધિ દેસાઈની પસંદગી થવા પામી છે અને તે હાલ આસામના ગોહાટી ખાતે યોજાનાર ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમ વતી ક્રિકેટ રમશે ગોહાટી ખાતે યોજાનાર ક્રિકેટ ટુર્નામેન્ટમાં હિમાચલ પ્રદેશ ઓરિસ્સા ગોવા મુંબઈ કર્ણાટક અને ગુજરાત ની ટીમો વચ્ચે વનડે મેચ યોજાશે.

મને નાનપણથી જ ક્રિકેટમાં ખૂબ રસ હતો
આ અંગે નિધી નારણભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, મને નાનપણથી જ ક્રિકેટની રમતમાં ખૂબ જ રસ હતો અને હું નાનપણમાં જ ઘર આંગણે કપડાં ધોવાના ધોખાથી ક્રિકેટ રમતી હતી. મારી આ રમતમાં આગળ વધવા માટે મને મારા માતા-પિતા અને પરિવારજનોએ ખૂબ જ સપોર્ટ કર્યો છે અને ડીસા ખાતે મારા કોચ વિપુલભાઈ આલ અને શૈલેષભાઈ મકવાણા દ્વારા પણ મને ખૂબ સારું કોચિંગ મળ્યું છે અને તેના પરિણામે અત્યારે હું ગુજરાત ક્રિકેટ અંડર-૧૯ ની ટીમમાં પસંદ પામી છંુ અને ગોહાટી ખાતે યોજાનાર વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં હું ગુજરાતની ટીમ વતી રમીશ અને સારું પ્રદર્શન કરીશ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.