ડીસા ક્રિકેટ એકેડેમીની ગર્લ્સ ક્રિકેટરની નેશનલ એકેડેમીમાં પસંદગી

બનાસકાંઠા
બનાસકાંઠા

નિધિ દેસાઈ નાગપુર ખાતે રમાનાર નેશનલ ક્રિકેટ એકેડેમીની ઝેડસીએમાં રમશે

ડીસા ક્રિકેટ એકેડેમીમાં કોચિંગ લઈ રહેલી ગર્લ્સ ક્રિકેટરની નેશનલ ક્રિકેટ એકેડેમીમાં પસંદગી થવા પામી છે .

ડીસા ખાતે આવેલ ન્યુ ટીસીડી ક્રિકેટ મેદાન ઉપર ચાલી રહેલી ડીસા ક્રિકેટ એકેડેમીમાં તૈયાર થયેલ નિધિ નારણભાઈ દેસાઈની બીસીસીઆઈ સંચાલિત નેશનલ ક્રિકેટ એકેડેમીમાં પસંદગી થઈ છે.ડીસાના ન્યુ ટીસીડી મેદાન પર અનેક ક્રિકેટરો કોચિંગ લઈ રાજ્ય તેમજ દેશ લેવલ સુધી રમી રહ્યા છે .નિધિ દેસાઈએ પણ ડીસાના ટીસીડી મેદાન પર પ્રેક્ટિસ કરી મુખ્ય ક્રિકેટ કોચ વિપુલભાઈ આલના માર્ગદર્શન તેમજ બીસીસીઆઈ લેવલ-1 ક્રિકેટ કોચ શૈલેષ મકવાણાના કોચિંગ હેઠળ તૈયાર થઈ નેશનલ ક્રિકેટ એકેડેમીની અંદર 19 ઝેડસીએ ગર્લ્સ (વિમેન્સ) કેટેગરીમાં પસંદગી પામી હાલ નાગપુર ખાતે ટ્રેનિંગ લઈ રહી છે.

તે ઉત્તર ગુજરાતની આ કક્ષાએ પહોંચનારી પ્રથમ મહિલા ખેલાડી છે. તેણીની નેશનલ ક્રિકેટ એકેડેમીમાં પસંદગી થતા ડીસા એકેડેમીનું ગૌરવ વધાર્યું છે. નિધિ દેસાઈ આગામી સમયમાં રાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં પણ ભાગ લેતી જોવા મળશે. ડીસા એકેડેમીમાં મુખ્ય કોચ વિપુલ આલ અને બીસીસીઆઈ લેવલ-1 ક્રિકેટ કોચ શૈલેષ મકવાણાના માર્ગદર્શન હેઠળ અનેક ખેલાડીઓ ગુજરાત ક્રિકેટ એસોસિયેશનની વિવિધ ટીમોમાં પણ રમી રહ્યા છે. એકેડેમીના પ્રમુખ છબીલભાઈ સોનેથા, મંત્રી સતીશ બનાવાલા, ઉપપ્રમુખ રમેશભાઈ ઠાકોર સહિત સંસ્થાના હોદ્દેદારોએ અભિનંદન પાઠવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.