અમીરગઢ નજીકની માવલ અને અંબાજીની છાપરી ચેકપોસ્ટ સીલ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર, અમીરગઢ, અંબાજી : રાજ્યમાં વધતા જતાં કોરાનાના કેસોને લઇ અમીરગઢ સરહદ પર આવેલી રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ સીલ કરી દેવામાં આવી છે. સિરોહી જિલ્લા કલેકટર ભગવતી પ્રસાદ તેમજ જિલ્લા પોલીસવડા કલ્યાણમલ મીના દ્વારા આદેશ કરાયો છે. સરકારના આવા નિર્ણય બાદ હવે રાજસ્થાન કે રાજસ્થાન થઈને બીજા રાજ્યમાં જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. ગુજરાતને રાજસ્થાનથી જોડતી અમીરગઢ અને છાપરી બોર્ડરે પણ વાહનચાલકો અટવાતા લાંબી લાઇનો લાગી છે.
અમીરગઢ નજીક આવેલી ગુજરાત અને રાજસ્થાન ને જોડતી બોર્ડર ચેકપોસ્ટ ને આજે એક વાર ફરી થી કરાઈ સિઝ કરાઈ હતી. અત્યારે ચાલતી કોરનાની મહામારીને જોઈ રાજસ્થાનમાં વધતા જતા કેસોને લઈને હાલ આગામી ૭ દિવસો માટે બોર્ડરને સિઝ કરાઈ હતી. સવારના ૧૦ વાગે અચાનક રાજસ્થાન સરકાર દ્રારા લેવાયલા નિર્ણયથી પ્રજાને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. ગુજરાત બોર્ડર પર વાહનોની લાંબી કતારો લાગી હતી. વહેલી સવારે મેડિકલ અને હોસ્પિટલના કામ અર્થે ગયેલી પ્રજા અને વાહનો અટવાયા હતા. રાજસ્થાન સરકાર ના આ અચાનક લેવાયલ નિર્ણયથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પોતાનાં કામ ધંધા અર્થે ગયેલી ગાડીઓને રાજસ્થાન બોર્ડેર સિઝ કરતાના સમાચાર મળતા જ પોતાના ઘરે પહોંચવા નીકળી પડ્‌યા હતા અને ગુજરાત રાજસ્થાન ચેકપોસ્ટ પર વાહનો ની લાંબી કતારો લાગી હતી. અચાનક લેવાય નિર્ણયથી પોલીસે અને લોકો વચ્ચે તું-તું-મેં-મેં જોવા મળી હતી. આ ઉપરાંત અંબાજી નજીકની છાપરી બોર્ડરે વાહનોની લાંબી કતારો લાગી છે. રાજસ્થાને ફરી એકવાર તમામ બોર્ડર સીલ કરી દેવાતા કોઇને પણ પાસ વગર રાજ્યમાં પ્રવેશ નહીં મળે તેવુ જણાવાયુ છે. ગુજરાત અને રાજસ્થાનના વાહનો રાજસ્થાનની છાપરી બોર્ડર પર અટકાવાતા લાંબી કતારો લાગી હતી.રાજસ્થાન સરકારે રાજ્યની તમામ સરહદો સીલ કરતા ફક્ત માલવાહક વાહનોને પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો છે. માલવાહક વાહન સિવાય કોઈએ રાજસ્થાનમાં પ્રવેશ કરવો હશે તો તેના માટે પાસની જરૂર પડશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.