ઈકબાલગઢ નજીક શાકભાજી ભરેલા પીકઅપનું ટાયર નીકળી જતાં અકસ્માત સર્જાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં એક પીકપ ગાડી શાકભાજી ભરીને રાજસ્થાન તરફથી આવતી હતી. પાલનપુર આબુરોડ હાઇવે ઉપર ઇકબાલગઢ ગામ નજીક પીકઅપ ગાડીનું આગળનું ટાયર નીકળી જતા ગાડી પલટી મારી ગઈ હતી. જેથી ગાડીમાં ભરેલું શાકભાજી રોડ ઉપર પથરાઈ ગયું હતું. અકસ્માત સર્જાતા જ આજુબાજુના લોકો દોડી પહોંચ્યા હતા. અકસ્માતમાં ચાલક ગાડીમાં ફસાઈ જતા સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ નીકાળી સારવાર અર્થ નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના કારણે નેશનલ હાઇવે ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો સામે આવ્યા હતા. અમીરગઢ પોલીસ ઘટના સ્થળ પર દોડી પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.