થરાદ તાલુકાના આજાવાડા પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદ તાલુકાના આજાવાડા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 માટે બાળમેળો અને ધોરણ 6 થી 8 માટે લાઈફ સ્કીલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળમેળામાં બાળકોએ ખૂબ જ હરખભેર વિવિધ પ્રવૃતિઓ જેવી કે કોઈ બાળક તબીબનો રોલ ભજવ્યો હતો. જ્યારે કોઈ બાળકો માટીનાં રમડકા બનાવ્યા હતા જેવી અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરી તથા શ્રેષ્ઠ કૃતિઓનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ અલગ-અલગ પ્રકારની પ્રવૃત્તિ કરી હતી. જેમાં સ્કૂલનાં શિક્ષકોએ પણ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા તેમજ ગામના સરપંચ અને એસએમસી સભ્યો પણ હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.