દાંતાના ખાઈવાડ ગામના રસ્તા પર બિનવારસી સળગતી બાઈક મળી

બનાસકાંઠા
બનાસકાંઠા

દાંતા તાલુકામાં આવેલા ખાઈવાડ ગામના ટર્નિંગમાં સળગતી હાલતમાં બાઈક મળી આવી. આ બાઈકમાં આગ કયા કારણોસર લાગી તે હજી અકબંધ છે. આજે બિનવારસી હાલતમાં આ સળગતી બાઈક મળી આવતાનો મામલો સામે આવ્યો છે. દાંતાના ખાઈવાડ ગામના બોર્ડ નજીક આગ લાગતી બાઈક મળી આવતાની ઘટના બનતા સળગતી બાઇકને જોઈ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. ત્યારે આ બાઈક કોની છે અને આ બાઈકમાં આગ કેવી રીતે લાગી કે પછી આગ કોને લગાડી તે વિષય હજી અકબંધ છે. બાઈકમાં આગ લાગવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઇ નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.