આજે શાળા પસંદગી કેમ્પ : પ્રા.શાળાઓને ૨૮૭ વિદ્યાસહાયક મળશે

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાની જુદી- જુદી શાળાઓમાં આજે ૨૮૭ વિદ્યા સહાયકો મેરીટના આધારે જુદી જુદી શાળાઓ પસંદ કરી પોતાનો ચાર્જ સંભાળશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે આ અંગે તૈયારીઓ હાથ ધરી છે. સમગ્ર ગુજરાતમાં ૩૨૪૮ વિદ્યા સહાયકોની રાજ્ય પ્રાથમિક
શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા ભરતી કરવામાં આવી હતી.ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ ગુજરાતી માધ્યમમાં વર્ષ ૨૦૨૨ અંતર્ગત ગુજરાતના ૩૩ જિલ્લા ઓમાં વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રિયા તાજેતરમાં પૂર્ણ કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં ૨૮૭ શિક્ષકો જુદી જુદી પ્રાથમિક શાળાઓમાં હાજર થશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના સૂત્રોએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં ધોરણ ૧ થી ૫ માં ૧૩૫ , ગણિત વિજ્ઞાનના ૭૫ હિન્દી-ગુજરાતીના ૧૨-૧૨, અંગ્રેજીના ૧૧ સંસ્કૃતના ૧૦ અને સમાજ વિજ્ઞાનના ૩૨ વિદ્યાસહાયકો મળી કુલ ૨૮૭ વિદ્યાસહાયક ની ભરતી કરવામાં આવી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર એ જણાવ્યું હતું કે રાજ્ય કક્ષાએથી મેરીટ પ્રમાણેની યાદી આવશે તે મુજબ ઓપન કેમ્પ દ્વારા ભરતી પ્રક્રિયા કરાશે.”

ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ બનાસકાંઠામાં ભરતી ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ૨૮૭ ઉમેદવારોની ભરતી થશે.જ્યારે પાટણમાં
૪૫, અરવલ્લી ૨૨, મહેસાણા ૨૦ અને સાબરકાંઠામાં ૭૮ વિદ્યાસહાયકોની ભરતીનો સમાવેશ થાય છે.ભરતીને પગલે ગ્રામ્ય વિસ્તારોની શાળાઓમાં કથળી રહેલા ભણતરને સુધારી શકાશે. ભરતી પ્રક્રિયા જામપુરા પ્રાથમિક શાળામાં યોજાશે ૧૩ જુલાઈએ વહેલી સવારથી વિદ્યા સહાયકો પસંદગીની શાળાઓ મેળવવા માટે જામપુરા ની પ્રાથમિક શાળામાં હાજર થઈ જશે. જે ઉમેદવારનું સૌથી વધુ મેરિટ હશે તેમને તબક્કાવાર શાળા પસંદગી કરવાનો મોકો આપવામાં આવશે તેમ એકયાદીમાં જણાવવામાં આવ્યું છ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.