વાવ તાલુકાનાં ભાખરી ગામમાં શાળાના બાળકો ઝાડ નીચે અભ્યાસ કરવા મજબુર

બનાસકાંઠા
બનાસકાંઠા

વાવ તાલુકાનાં ભાખરી ગામની પ્રાથમિક શાળાની સ્થિતી કંઇક જુદી જ છે. વર્ષ 2015 અને વર્ષ 2017માં આવેલા ભારે વરસાદનાં કારણે શાળાનાં 10 ઓરડા ડેમેજ થયા હતાં. આઠ વર્ષ થયા છતા યોગ્ય કાર્યવાહી ન થવાનાં કારણે બાળકો ઝાડ નીચે બેસી અભ્યાસ કરવા મજબુર બન્યાં છે. વાવ તાલુકાનાં ભાખરી ગામમાં સરકારે 13 ઓરડાની પ્રાથમિક શાળા બનાવી હતી. શાળામાં ધોરણ 1 થી 8માં કુલ 388 છાત્રો અભ્યાસ કરતા હતાં.પરંતુ વર્ષ 2015 અને વર્ષ 2017 માં આવેલા ભારે વરસાદથી પુર આવ્યું હતું. ભારે પુરનાં કારણે શાળાનાં 13માંથી 10 ઓરડા ડેમેજ થયા હતાં. આ 10 ઓરડામાં બાળકો અભ્યાસ કરી શકે તેવી સ્થિતીમાં નથી. આ પ્રાથમિક શાળાનાં બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટે શિક્ષકોએ અભ્યાસ શરૂ કર્યો છે. પરંતુ શાળાના ઓરડામાં નહીં પરંતુ બહાર લીંબડાનાં ઝાડ નીચે અભ્યાસ શરૂ કર્યો છે. હાડથીજાવતી ઠંડી,ઉનાળાનાં તાપમાં બાળકો ઝાડ નીચે અભ્યાસ કરી રહ્યાં છે. હાલ શાળામાં માત્ર ૩ ઓરડા છે. જેમાં એક રૂમમાં ઓફીસ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. બીજા રૂમમાં કોમ્પ્યુટર છે. એક રૂમમાં છાત્રો અભ્યાસ કરે છે. બાકીનાં છાત્રોને બહાર બેસીને અભ્યાસ કરવો પડે છે.સાત વર્ષ સુધી શાળાના શિક્ષકો તેમજ વાલીઓએ આ શાળા નવી બનાવવા માટે સ્થાનિક શિક્ષણ અધિકાર સહિત ગાંધીનગરનાં શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આ રજૂઆત માત્ર કાગળો પર જ રહી ગઇ છે. શાળામાં વહેલી તકે ઓરડા બનાવા માંગ કરવામાં આવી છે.ભાખરી પ્રાથમિક શાળા છેલ્લા સાત વર્ષથી બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે. જેના કારણે અહીં અભ્યાસ કરવા માટે આવતા બાળકોને ભારે હાલાકી ભોગવી પડે છે. શિક્ષકોને સારું શિક્ષણ આપી બાળકોને આગળ મોકલવા છે. પરંતુ સાત સાત વર્ષથી શાળા ડેમેજ હોવા છતાં પણ હજુ સુધી આ શાળાની મુલાકાતે કોઈ પણ આવ્યું નથી. શાળાને રીપેરીંગ કરવાની વાત તો દૂર રહી પરંતુ અધિકારીઓ દ્વારા માત્ર શાળાને બે પાળીઓ કરી બાળકોને જેમ તેમ કરી અભ્યાસ પૂરો પાડવા માટે શિક્ષકોને જણાવવામાં આવ્યું આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે હાલ વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને પોતાના બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટે વાલીઓ પણ અનેક વખત તમામ કચેરીઓના ધક્કા ખાઈ ચૂક્યા છે. છતા કોઇ પરિણામ આવ્યું નથી. શાળાને લઇ યોગ્ય નિર્ણય ન થતા વાલીઓ આંદોલન કરવાનાં મુડમાં છે. આગામી સમયમાં શાળાને તાળાબંધી કરી ઉગ્ર આંદોલન કરવાની ચિમકી વાલીઓએ ઉચ્ચારી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.