ધાનેરા તાલુકામાં બોગસ ડોક્ટરોનો રાફડો : ડિગ્રી વિનાના ડોકટરો પાસે સારવાર ના કરાવવા માટે આરોગ્ય વિભાગનું અભિયાન
થાવર ગ્રામજનો સાથે બેઠક કરી આરોગ્ય બાબતે જન જાગૃત નો પ્રયાસ: ધાનેરા સહિત અનેક વિસ્તારો મા ડિગ્રી વગરના તબીબો બની બેઠેલા ઇસનો નાગરિકો ના આરોગ્ય સાથે છેડા કરી રહ્યા છે. જેને લઇ ધાનેરા આરોગ્ય વિભાગ દ્વારા સ્થાનિક નાગરિકો મા જાગૃતિ આવે તે માટે અભિયાન ની શરુઆત કરી છે. ધાનેરા તાલુકાના થાવર ગામ ખાતે ગ્રામજનો ના આરોગ્ય ને લઈ જરૂરી માહિતી આપવામાં આવી હતી.
સાથે મફત નિદાન કેમ્પ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ધાનેરા તાલુકા નાં આરોગ્ય અધિકારી લક્ષીકાંત સોમાણી દ્વાર ખાસ કરી ને ગ્રામીણ લોકો મા પોતાના અને પોતાના પરિવાર નાં આરોગ્ય બાબતે જાગૃતા આવે તે માટે ડિગ્રી વિના ના ડોકટરો બની બેઠલા ઇસમો પાસે સારવાર ના કરાવવા માટે ની અપીલ કરી છે. ધાનેરા તાલુકા મા પણ લાયકાત વિના કેટલાક ઇસમો તબીબી પ્રેક્ટિસ કરી રહ્યા છે. અને નાગરિકો ના આરોગ્ય ને આવા લોકો ને ગ્રામજનો ખુલ્લા પાડે અને સારવાર કરવાનું ટાલે તે માટે ખાસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું
અત્રે એ નોંધવું જરૂરી છે કે તાલુકા હેલ્થ ઓફિસરને ધાનેરા તાલુકામાં અભણ પ્રજાને શું ખબર કે કયા બોગસ ડોક્ટર છે. શું તંત્રને ખબર નથી ? તો એ લોકો સામે કાર્યવાહી કેમ નથી કરતા? અને લોકોને તો ક્યાંથી ખ્યાલ આવે કે બોગસડોક્ટર કોણ છે અને સાચો ડોક્ટર કોણ છે ખરેખર આવા બોગસ ડોક્ટરને ગોતી કરી વાહી કરવી જોઈએ.