ડીસા એસ.ટી બસ સ્ટેશનમાં વેપારીઓ અને તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાનને કચરા પેટીમાં ફેંકી દેવાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

ઉત્તર ગુજરાતની આર્થિક પાટનગરી એવા ડીસાનું નવીન બસ સ્ટેન્ડ પારાવાર ગંદકીથી ખદબદી ઉઠ્‌યું છે. સફાઈના અભાવે આ બસ સ્ટેન્ડની હાલત નરકાગાર સમાન બની ચુકી છે. તેમાંય હાલમાં ચોમાસાની સિઝન હોઈ સમગ્ર બસ સ્ટેન્ડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થિતી વિકટ બની છે વળી ચોમેર પાણી ભરાઈ જતા અહીં આવતા મુસાફરો ભારે હાલાકી વેઠી રહ્યાં છે. જેમાં જાહેર શૌચાલય, સીડી, પાર્કિંગ વિસ્તારમાં સફાઈ ના થતા કચરાના ઢગ ખડકાઈ જતા સ્થાનિક વેપારીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે. આ મામલે વારંવાર એસટી વિભાગને રજુઆત કરવા છતાં પણ સફાઈ કરવામાં આવતી નથી. ગંદકીના કારણે આ વિસ્તારમાં ગંભીર રોગચાળો પણ ફેલાવાનો ભય સ્થાનિક વેપારીઓ સેવી રહ્યા છે. અગાઉ આદિત્ય કોમ્પ્લેક્ષના નામે બનેલું નવીન બસ સ્ટેન્ડ સમગ્ર ઉત્તર ગુજરાતનું સુવિધાસભર બસ સ્ટેન્ડ ગણાતું હતું પરંતુ આજે આ બસ સ્ટેન્ડનું કોમ્પ્લેક્સ આવરા તત્વોનો અડ્ડો બની ચૂક્યું છે તેમજ મોડી સાંજે અનેક આવારા તત્વો આ કોમ્પ્લેક્સની સીડીઓની અંદર દારૂની મહેફિલ પણ માણે છે તેમ છતાં આ બાબતે અહીં કોઈજ પોલીસ પોઇન્ટ ના હોવાના કારણે આવરા અને લૂખા તત્વોને છૂટો દોર મળી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.