અંબાજી માં લોકપ્રિય સીરીયલ અનુપમાની અદાકાર રૂપાલી ગાંગુલીએ માતાજીની વિશેષ પૂજા અર્ચના કરી

બનાસકાંઠા
બનાસકાંઠા

શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું માઁ જગતજનની અંબાનું ધામ અંબાજી દેશ વિદેશમાં વિખ્યાત છે. ત્યારે માતાજીના ધામે અંબાજીમાં દરરોજ હજારોની સંખ્યામાં માઇભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે. તો સાથે સાથે દેશના અનેક VIPનેતાઓ અને અભિનેતાઓ પણ માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવે છે.આજે લોકપ્રિય સિરિયલ અનુપમાની અદાકાર રૂપાલી ગાંગુલી અંબાજી મંદિરમાં દર્શનાર્થે આવ્યા હતા. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ તરફથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે શુક્રવારે બપોરે લોકપ્રિય સીરીયલ અનુપમાની અદાકાર રૂપાલી ગાંગુલીએ અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કર્યા હતા. માતાજીના ચરણોમાં શીશ નમાવી અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજે તેમને આશીર્વાદ આપ્યા હતા. લોકપ્રિય સીરીયલ અનુપમાની અદાકાર રૂપાલી ગાંગુલીએ અંબાજી મંદિરમાં માતાજીના ગ્રભગૃહમાં માતાજીની વિશેષ પૂજા અર્ચના કરી હતી. તો સાથે સાથે મંદિરમાં આવેલા અંબિકેશ્વર મહાદેવ પર મહાદેવની પૂજા અર્ચના કરી જલાભિષેક પણ કર્યો હતો. ત્યારબાદ તેમને મંદિરના ગાદી પર જઈ ભટજી મહારાજ જોડે આશીર્વાદ લઇ રક્ષા કવચ બંધાવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.