થરાદમાં રોડની કામગીરીએ તુલસી હોટલ દ્વારા કરાતી પાણી ચોરીનો પરપોટો ફોડ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં પીવાના પાણીનો કકળાટ હોય છે. ત્યારે પાણી ચોરો દ્વારા ગેરકાયદેસર રીતે પાઇપલાઇનમાંથી મોટા મોટા કનેક્શન કરી અને પાણીની ચોરી કરતાં હોય છે. ત્યારે થરાદના ચાર રસ્તા પાસે આવેલ તુલસી હોટલમાં બિનઅધિકૃત રીતે ચાલતાં પાણીના કનેકશનને કાપી નાખવામાં આવ્યું હતું. જે પાણી પુરવઠા વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ ગતરોજ થરાદના ચાર રસ્તા પાસે સરહદી પંથકના ગામોમાં પાણીના પાણીની જતી પાઇપલાઇનમાં ભંગાણ પડતાં એજન્સી દ્વારા રીપેરીંગ કામગીરી કરવામાં આવી રહી હતી. ત્યારે મેઇન પાઇપલાઇનમાં બિનઅધિકૃત ચાલતાં કનેક્શન નજરે પડતાં પાણી પુરવઠા વિભાગની એજન્સી દ્વારા નોટિસ આપી પાણીનું કનેકશન તોડી નાખવામાં આવ્યું હતું અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે સરહદી વિસ્તારમાં લોકોને પીવા માટે આપવામાં આવતાં પાણીમાં પાણી ચોરો દ્વારા બિનઅધિકૃત કનેક્શન કરી મોટા પ્રમાણમાં પાણીની ચોરી કરતાં હોય છે. અગાઉ પણ તુલસી હોટલમાં પાણી બાબતે જાગૃત નાગરિકોએ પાણી પુરવઠા વિભાગને જાણ કરી હતી અને જેના એહવાલ મીડિયામાં પ્રકાશિત થયા હતાં છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યારે આજે પાપ છાપરે ચડીને પોકાર્યો હોય તેમ જે જગ્યાએથી કનેક્શન ચોરી કરી લેવામાં આવ્યું હતું. તે જ જગ્યાએ પાઇપલાઇનમાં પંચર થતાં સમગ્ર ચોરી બહાર આવી હતી. આ બાબતે હાલ તો પાણી પુરવઠા વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે આવા લાખો લીટર પાણી ચોરી કરનાર ચોરો સામે પાણી પુરવઠા વિભાગ શું કાર્યવાહી કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.