ડીસાના ગાયત્રી નગરમાં રોડની કામગીરી શરૂ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા
ડીસા ગાયત્રી નગર સોસાયટીમાં વર્ષો બાદ ગટર લાઈન તથા રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જાેકે આ કામગીરી દરમિયાન જેસીબી મશીન દ્વારા લેવેલિંગ કામ માટે આડેધડ ખોદકામ કરી ગટર લાઈન તોડી પડવામાં આવતા સમગ્ર વિસ્તારના લોકોમાં રોષ ફેલાયો હતો. જાેકે સીસી રોડની કામગીરી અગાઉ સ્થાનિક લોકોને કોન્ટ્રાક્ટર દ્વારા સંડાસ બાથરૂમના પાણીના કનેકસન જાેડવા માટે અંદાજે રૂ. ૪૦૦૦ જેટલો – ઘર દીઠ એસ્ટીમેટ પ્રાઇવેટ કોન્ટ્રાકટર દ્વારા આપવામાં આવતા લોકોમાં નારાજગી જાેવા મળી હતી. એક તરફ કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન કામ ધંધામાં મદી હોઈ પાલિકા દ્વારા આ કામ માં રાહત આપે તેવી પણ માંગ ઉઠવા પામી છે અને રાહત દરે આવા જાેડાણ આપે તેવો માંગણી પણ સ્થાનિક લોકોમાં ઉઠવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.