બાજરીના સુકા ઘાસચારાના પુળાના ભાવમાં વધારો : પશુપાલકોની વિકટ પરિસ્થિતિ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં ઉનાળુ સીઝન લેવાની કામગીરી ચાલી રહી છે ત્યારે બાજરીના સુકા ઘાસચારા ના પુળાના ભાવમાં પણ વધારો થતાં પશુપાલકોની હાલત કફોડી બની જવા પામી છે. દર વર્ષ કરતા આ વર્ષે સુકા ઘાસચારાના પુળાની ખુબ માંગ ઉભી થતાં ભાવમાં પણ વધારો થયો છે. સામાન્ય રીતે સિઝન દરમિયાન એક પુળાનો ભાવ ૧૫ થી ૧૮ રૂપિયા આસપાસ રહેતો હતો. પરંતુ આ વર્ષ બાજરીના પુળાનો ભાવ ૨૨ થી ૨૫ રૂપિયા સુધી પહોંચી ગયો છે ત્યારે આવનાર સમયમાં બાજરીના સુકા પુળાનો ભાવ કેટલે પહોંચશે તેને લઇને પણ પશુપાલન વ્યવસાય કરનાર પશુપાલકોમાં ચિંતા જાેવા મળી રહી છે. જેને લઇ સિઝનમાં જ ખેડૂતો અને પશુપાલકો સુકા ઘાસચારાનો સંગ્રહ કરવા લાગી ગયા છે. બનાસકાંઠા જીલ્લામાં ઉનાળુ સિઝન દરમિયાન મોટેભાગે બાજરીનું વાવેતર થતું પરંતુ આ વર્ષે બાજરીના પાકનો વાવેતર વિસ્તાર ઘટયો છે. જેમાં ગત વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ૧૬૬૦૮૨ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું. તેની સરખામણીમાં આ વર્ષે ૧૬૧૪૬૧ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયેલ છે. જળ સંકટને લઇ ઘાસચારા ની તંગી ઊભી થવા પામી બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા સીપુ અને મુક્તેશ્વર ડેમ ખાલી રહેતા જિલ્લામાં જળસંકટ ઘેરાયુ છે. જેની સીધી અસર કૃષિક્ષેત્રે પડતાં ચાલુ સિઝનમાં ઘાસચારાની મોટી તંગી ઊભી થવા પામી છે. ઉનાળુ સીઝનમાં બાજરીની સાથે ખેડૂતો અન્ય પાકો તરફ વળ્યા બનાસકાંઠા જિલ્લામાં મોટેભાગે ઉનાળુ સીઝનમાં બાજરીનું વાવેતર થતું પરંતુ ઘટતા જતા ભૂગર્ભજળ અને બાજરીના પાક માટે મજુર વર્ગ ન મળતું હોવાના કારણે ખેડૂતો બાજરીના પાક બદલે અન્ય પાકો તરફ વળ્યા છે. જેમાં શક્કરટેટી, તરબૂચ અને મગફળીનું વાવેતર કરવા લાગતા બાજરીનું વાવેતર દર વર્ષે ક્રમશઃ ઘટતુ જઇ રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.