વડગામ દૂધ મંડળીના સંચાલક મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ વડગામ : વડગામ દૂધ મંડળીના સંચાલક મંડળના સભ્યોની ચૂંટણી ગત તારીખ ૨૩/૮/૨૦ ને રવિવારે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ત્રણ મતદાન મથકોમાં યોજાઈ હતી. મતદારોએ ઉત્સાહભર્યા માહોલમાં શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું હતું. મતદાન પુર્ણ થયા પછી ગલબાભાઈ પટેલ સભાખંડમાં ચૂંટણી અધિકારી એસ.પી.જોષી (સિનીયર ઓડીટર) ની અધ્યક્ષતામાં મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મોડી રાત્રે વિજેતા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં સહકારી અગ્રણી માંઘજીભાઈ ગલબાભાઈ પટેલની પેનલનો ભવ્ય વિજય થયો હતો. પરિણામ જાહેર થતાં ગ્રામજનો, ખેડૂતો અને સભાસદોએ નવનિયુક્ત ડિરેક્ટરોનું ફુલહારથી સન્માન કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.