પાલનપુરના જનતા નગરમાં ભૂગર્ભ અને ધરોઇના પાણીની સમસ્યાથી રહીશો ત્રાહિમામ
48 કલાકમાં નિરાકરણ નહિ આવે તો આત્મવિલોપનની ચીમકી
આજે 11 વાગે પાલિકા કચેરી માં આત્મદાહની ચીમકી
પાલનપુર નગરપાલિકાના વોર્ડ નં. 4 ના જનતા નગર વિસ્તારમાં ભૂગર્ભ ગટર અને ધરોઈના પાણી ની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આ અંગે વારંવારની રજૂઆતો છતાં નિકાલ નહિ આવતા એક સ્થાનિક રહીશે આગામી 48 કલાકમાં સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો આત્મ વિલોપન કરવાની ચીમકી ઉચ્ચારતા ચકચાર મચી જવા પામી છે.
પાલનપુરના જનતા નગર ચબુતરા પાસેના વિસ્તારમાં ઘણા સમયથી ભૂગર્ભ અને ધરોઈના પાણીની સમસ્યા સામે લોકો ઝઝૂમી રહ્યા છે. આ અંગે સ્થાનિક વીસેક પરિવારોએ ગત 10 ઓક્ટોમ્બર ના રોજ પણ અરજી આપી હતી. જોકે, આજદિન સુધી સમસ્યાનું કોઈ નિરાકરણ નહિ આવતા સ્થાનિક રહીશ મરિયમ નિઝામ બેગ મિર્ઝાએ 16 ઓક્ટોમ્બરના રોજપાલનપુર ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરી છે. જેમાં આગામી 48 કલાકમાં સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો શુકવારે સવારે 11 વાગે પાલનપુર નગર પાલિકાની કચેરીમાં આત્મ વિલોપન કરવાની ચીમકી આપતા ચકચાર મચી જવા પામી છે.
Tags Palanpur's problems WATER