થરાદમાં સામાન્ય વરસાદથી રહીશોના ઘરોમાં પાણી ભરાયાં નાળાંની કામગીરી બરાબર નહી થઇ હોવાનો રહીશોનો આક્ષેપ

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદના વોર્ડનંબર છ માં સામાન્ય વરસાદથી રહીશોના ઘરોમાં અને જાહેર માર્ગ પર પાણી ભરાતાં પ્રજાને હાલાકીઅ ભોગવવાનો વારો આવ્યો હતો. આથી રહીશોએ નાળાંની કામગીરી બરાબર નહી થઇ હોવાનો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે સામાન્ય વરસાદના ઝાપટામાં આવી સ્થિતી છે તો વધારે વરસાદમાં શું હાલત થશે.

થરાદમાં શનિવારની ઢળતી સાંજે સામાન્ય કહી શકાય એવું વરસાદનું ઝાપટું પડ્યું હતું.જેના કારણે નગરના નિચાણવાળા ભાગોમાં પાણી પણ ભરાયાં હતાં. જોકે સામાન્ય વરસાદની વધુ અસર શહેરના વોર્ડનંબર છ માં જોવા મળી હતી. વોર્ડ નંબર-6માં આંગણવાડી નંબર-24 આગળ સામાન્ય વરસાદમાં પાણી ભરાતાં રહીશોને હાલાકીરૂપ  પરિસ્થિતિનું નિમાર્ણ થવા પામ્યું હતું.આથી સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે આંગણવાડી પાછળ જે નાળા નાખવામાં આવ્યા છે છતાં પણ પાણી આગળ જતું નથી. એનો અર્થ એ છે કે તે કામ બરોબર થયું નથી, હવે વિચાર કરો વધારે વરસાદમાં શું હાલત થશે અને આના માટે જવાબદાર કોણ, આથી તાત્કાલિક નાળા ખોલી ફરીથી કામ ન કરવામાં આવ્યું તો વોર્ડ નંબર-6 હાલત આનાથી વિશેષ બદતર થશે.સાથે સાથે રહીશોએ અત્યારે તો નગરપાલિકામાં પણ કોઇને કોઇ ફરક પડવાનો નથી, પણ જ્યારે આ વિસ્તારના સભ્યો વૉટ લેવા આવે ત્યારે યાદ રાખવાની રણનીતી પણ તૈયાર કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.