આકાશમાં છવાયેલા ધનધોર વાદળો ને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમીમાંથી રાહત

બનાસકાંઠા
બનાસકાંઠા

ગુજરાતના દરિયા કિનારે અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમને પગલે ગુજરાતના અનેક ભાગોમાં ચોમાસાની વિદાય વચ્ચે ફરી વાતાવરણમાં મોટો પલટો આવતા અનેક સ્થળો પર વરસાદ નુ આગમન થયું છે ત્યારે સરહદી બનાસકાંઠા જિલ્લા ના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે  હવામાન વિભાગ દ્વારા ૧૫ ઓક્ટોબર સુધી રાજ્યના અનેક ભાગોમાં સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ત્યારે કમોસમી વરસાદની આગાહી ને લઇ ખેડૂત વર્ગમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો છે. ખરીફ સીઝન ના પાકો લેવાની કામગીરી ચાલુ છે. તેવા સમયે કમોસમી વરસાદ થાય તો ખેતી પાકો ને મોટા નુકસાન થવાની શક્યતાઓ જોવાઈ રહી છે હવામાન વિભાગ દ્વારા સરહદી બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા બહુ ઓછી હોવાનું જણાવ્યું હતું પરંતુ સમગ્ર જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ ની સાથે કોઈક સ્થળોએ છુટોછવાયો હળવો વરસાદ પણ થઈ શકે છે.

ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે : જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે અને તે મુજબ અનેક વિસ્તારોમાં વરસાદ પણ શરૂ થયો છે ત્યારે ચોમાસાની વિદાય વચ્ચે ફરી એકવાર વરસાદના આગમનથી ખેતી પાકોને મોટું નુકસાન થઇ રહ્યું છે. જોકે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના રહેલી છે.

બનાસકાંઠા જિલ્લામાં ખેતરમાં ખરીફ સીઝન નો પાક  પથરાયેલો પડ્યો છે : બનાસકાંઠા જિલ્લાના કેટલાક ખેડૂતોએ કહ્યું હતું કે અત્યારે સમગ્ર જિલ્લામાં ચોમાસુ પાક લેવાની કામગીરી શરૂ છે  જેના કારણે ખેતરોમાં મગફળી સહીત કઠોળ બાજરી જેવા પાકો ખેતરોમાં પથરાયેલો પડ્યો છે ત્યારે જો બનાસકાંઠા જિલ્લામાં વરસાદ થાય તો ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે તેમ છે.

બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે ઉકાળા તને ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું હતું પરંતુ વાદળછાયા વાતાવરણ બાદ મહત્તમ તાપમાનમાં ૨.૧ ડિગ્રી નો ઘટાડો નોંધાતા લોકોને ગરમી માંથી પણ રાહત મળે છે લઘુતમ તાપમાન ૨૫.૪ ડિગ્રી રહ્યું છે જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૧ ટકાવની સાથે પવનની ગતિ પ્રતિ કલાક ૭ કીમી નોંધાઇ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.