બાજરીના ઉત્પાદન મા થયો ઘટાડો વધુ પડતી ગરમી અને પાણીની અછત ના કારણે ખેડૂતો ને આર્થિક નુકસાન
પશુપાલન પર નિર્ભય રહેતા ખેડૂતો ને કુદરત નો વધુ એક માર: બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ખેડૂતો પર પારાવાર મુશ્કેલી આવી રહી છે.ચાલુ વર્ષ દરમિયાન ઉનાળુ બાજરીમાં 50 ટકા થી લઈ 60 ટકા જેટલું ઓછું ઉત્પાદન મળી રહ્યું છે. ઉનાળા ઋતુ દરમિયાન પડેલી ઘાતક ગરમી સાથે પાણીનાં સંકટ ને લઈ ખેડૂતો ને બાજરીનાં પાકમાં આર્થિક નુકસાન થયું છે.
ધાનેરા તાલુકામાં પાણીની વિકટ સમસ્યા સાથે જે ગામોમાં બોરવેલ મા પાણી આવી રહ્યું છે. એ ગામો ના ખેડૂતો એ ઉનાળા ઋતુ દરમિયાન દર વર્ષ ની જેમ આ વર્ષે પણ બાજરીનાં પાકનું વાવેતર કર્યું હતું. જો કે આ વખતે ગરમી નો પ્રકોપ વધ્યો હતો. સાથે ભૂગર્ભ માંથી પાણી ઓછું મળતા બાજરીના પાક ની પિયત થયું નથી. સાથે સાથે બાજરીનાં પાક મા ઈયળ જેવી જીવાત પણ પડી હતી.
આ તમામ સમસ્યા સાથે જ્યારે ખેડૂતો એ બાજરીનાં પાક નું ઉત્પાદન મેળવ્યું છે. ત્યારે બાજરીનાં પાક મા વ્યાપક ઘટાડો થયો છે. જેના કારણે જે ખેડૂતો 10 બોરી ની આશા રાખી બેઠા હતા એ ખેડૂતો ને માત્ર ચાર કે પાંચ બોરી ની આવક બાજરી ની થઈ છે. ધાનેરા શહેર તેમજ તાલુકા ના મોટા ભાગ ના ગામો મા બાજરી નું ઉત્પાદન ઘટયું છે.