બનાસકાંઠામાં લીજ ધારકો અને ડમ્પર ચાલકો સામે પોલીસ તંત્રની લાલ આંખ
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણાની સૂચનાથી ગતરોજ ડીસા તાલુકા પોલીસ મથકે ડીસા પંથકમાં ચાલતી રેતીની લીજના માલિકો અને રેતી ભરવા આવતા ડમ્પર માલિકો સાથે પીઆઈ એમ.જે. ચૌધરીએ બેઠક યોજી હતી. જેમાં જિલ્લામાં બેફામ
દોડતા ડમ્પરોના કારણે અવારનવાર અકસ્માત સર્જાય છે અને નિર્દોષ લોકોને જાન ગુમાવવા પડે છે ત્યારે ડમ્પર માલિકોને સૂચના અપાઈ હતી કે ડમ્પર ચાલક જાે ગફલતથી ચલાવી અકસ્માત કરશે તો કડક કાર્યવાહી ડમ્પર મલિક અને ચાલક સામે કરવામાં આવશે. સાથે એમ પણ જણાવ્યું હતું કે ડમ્પર ચાલક પાસે હેવી લાયસન્સ હોવું જરૂરી છે લાયસન્સ વગર ચલાવતા પકડાશે તો પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. લીજ માલિકોને પણ દારૂ પીધેલા ડ્રાઈવરને ગાડી ભરી આપે અને અકસ્માત કરશે તો લીજ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.તેવી કડક સૂચના આપવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં લીજ ધારકો અને ડમ્પર માલિકો હાજર રહ્યા હતા
Tags Rakhewal rakhewalplus