જુનાડીસામાં જિલ્લા કાનુની સેવા સત્તા મંડળની શિબિર યોજાઇ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં  ગુજરાત હાઇકોર્ટ નેશનલ લોક અદાલતવાન આગમન થયું હતું. જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ગામ લોકોને કાનૂની સલાહ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ગરીબ, મધ્યમ વર્ગના લોકો જે કાનુની સલાહથી વંચિત ન રહી જાય તે અર્થે ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત સેક્રેટરી પી.પી.શાહ તથા તેમની ટીમ સાથે જુનાડીસામાં કાનુની શિબિર યોજાઇ હતી. તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતિ મંડળ તથા જિલ્લા કક્ષાએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા રાજ્યકક્ષાએ રાજ્ય કાનૂન સેવા સત્તા મંડળની સ્થાપના કરાઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.