વાવના ઢીમા ગ્રામ પંચાયતે રથ પહોંચ્યો, લોકોને સરકારની વિવિધ યોજનાઓથી વાકેફ કરાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રસાર પ્રચાર કરતો રથ વાવ તાલુકામાં ફરી રહ્યો છે. ત્યારે ઢીમા ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લોકોને સરકારની વિવિધ યોજનાઓથી વાકેફ કરાયા 15 લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ રજિસ્ટ્રેશન કરાયા 210 લોકોએ વિકસિત ભારતના સંકલ્પ ગ્રહણ કર્યા


જેના ભાગરૂપે વાવ તાલુકાના ઢીમા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતાં ગ્રામજનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ લોકોને સરકારની વિવિધ 17 જેટલી યોજનાનો લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી. રથ દ્વારા ગામમાં કુલ 210 જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરાયા હતા. જેમાં 15 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ રજીસ્ટ્રેશન અને 6 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કર્યા હતા. તેમજ 210 લાભાર્થીઓએ વિકસિત ભારતના સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.