રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ થરાદ, વાવ દ્વારા દસ દિવસ બાદ જનઆંદોલનનું એંધાણ જમીન નહી તો ૨૦૨૪માં કોઇને વોટ નહી

બનાસકાંઠા
બનાસકાંઠા

જેણે સ્વતંત્રતાના આંદોલનમાં ભાગ નહોતો લીધો અને ૫૨ વરસ સુધી રાષ્ટ્રધ્વજ નહોતો કરકાવ્યો એ આર.એસ.એસ.ની ભાજપ સરકારે ગુજરાતમાં અને દેશમાં દાટ વાળ્યો છે. બેરોજગારી અને મોંઘવારી એની ચરમસીમા ઉપર પહોંચ્યા છે.

સવાર-સાંજ ફક્ત હિન્દુ મુસ્લિમ, મંદિર, મસ્જીદની રાજનીતિ કરી:  લોકોને પોતાના રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય, રોજગાર, વીજળી, પાણી, ખેડૂતના ટેકાના ભાવ જેવા પાયાના સવાલો ઉપરથી ધ્યાન ભટકાવી દીધું છે. કોરોનાના સમય માં હિન્દુ ધર્મના લોકોને પણ ભાજપ સરકાર હોસ્પિટલમાં એક ખાટલો આપવા કે ઈન્જેક્શન આપવા તૈયાર નહોતી ! ૨૨ જેટલી પરીક્ષાના પેપરો ફોડી યુવાનોના કિસ્મત ફોડી નાખ્યા છે. રૂપિયા ખવડાવ્યા સિવાય સામાન્ય લોકોના કોઈ સરકારી કચેરીઓમાં કામ થતાં નથી. આપણા બનાસકાંઠા જિલ્લામાં તો ૨ લાખ જેટલા ખેડૂતોની ખોટી માપણી કરી ભાઈ ભાઈ વચ્ચે ભવિષ્યમાં ઝઘડાં ઊભા થાય એવો ઘાટ સજર્યો

થોડા દિવસમાં વર્ષ ૨૦૨૪ની ચુંટણી આવશે: એટલે ફરી ભાજપના લોકો ધર્મની રાજનીતિ કરવા ઉતરી આવશે. ૫ણ ખાસ વાત કરવી છે જમીનના મુદ્દાની ! ઉધોગ ગૃહોને હજારો-લાખો એકર જમીનોની લ્હાણી કરતી આ સરકાર વર્ષ ૨૦૦૮થી સમગ્ર ગુજરાતમાં અને ખાસ તો બનાસકાંઠા જિલ્લાના ૧૪ તાલુકાઓમાં જમીનોની કોઈ ફાવળણી ભૂમિહિનોને કરતી નથી ! અગાઉ સાંથણીમાં ફાળવેલી જમીનના માથાભારે અસામાજીક લોકો જાેડેથી કબજા છુટા કરાવી માપણી કરાવીને ચારે દિશામાં ખુંટ મારીને મુળ માલિકને જમીન સુપ્રત કરવી. સરકારી પડતર જમીનમાંથી ફાળવણી (સાંથણી) કરવાની યોજના, નીતિ ચાલુ છે, પણ જિલ્લા તંત્ર અને સરકાર દ્વારા એનો અમલ કરવામાં આવતો નથી. જાે જમીનોની ફાળવણી થાય તો આર્મીના નિવૃત જવાનો, ઓબીસી, આદિવાસી અને દલિત સમાજના જમીનવિહોણા લોકોને જીવનભર માટે

આજીવિકાનું સાધન મળી રહે !: ઇ.સ ૧૯૫૨ થી ૧૯૯૬ સુધી કોંગ્રેસ સરકારના શાસનમાં ભૂદાન યોજના હેઠળ, ગણોત ધારા નીચે, ટોચ મર્યાદાના કાયદા તળે અને સરકારી પડતર જમીનમાંથી લાખો એકર જમીનોની ફાળવણી જમીન વગરના દલિત, આદિવાસી, ઓબીસી

સમાજને કરવામાં કરવામાં આવી છે. બીજી બાજુ ભાજપના રાજમાં ઉધોગો, કોર્પોરેટ કંપનીના માલિકો અને ભૂ-માફિયા ઓને જ જમીનો આપવામાં આવી છે. બનાસકાઠાં જિલ્લામાં તો દેવીપૂજક, રાવળ, ઠાકોર, આદિવાસી, દલિત, ભટકતી

વિચરતી જાતિના ગરીબો પાસે ખેતી માટે તો જમીનો નથી, પણ રહેવા માટે ૧૦૦ ચોરસ વારનો પ્લોટ પણ નથી અને માર્યા બાદ દાટવા કે બાળવા સ્મશાન ભૂમિ પણ નીમ કરવામાં આવતી નથી આ સંજાેગોમાં આ બહેરી સરકારના કાન ખોલવા માટે આવો આપણે સૌ સાથે મળીને ૨૬ ફેબ્રુઆરીના રોજ રણશિંગુ ફૂંકીએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.