પાલનપુરમાં રાષ્ટ્ર સેવિકાઓનું પથ સંચાલન યોજાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરમાં પ્રખર રાષ્ટ્રવાદી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ બાદ હવે રાષ્ટ્ર સેવીકા ઓ દ્વારા પણ ગતરોજ પથ સંચલન બાદ શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બનાસકાંઠા વિભાગમાંથી કુલ 180 રાષ્ટ્ર સેવિકાઓએ પથ સંચલન અને શસ્ત્રપૂજનમાં ભાગ લીધો હતો.વિજયાદશમીએ રાષ્ટ્ર સેવિકા સમિતિ નો સ્થાપના દિવસ છે. ત્યારે દશેરા પૂર્વે રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા પાલનપુર ખાતે પથ સંચલન યોજાયું હતું.જેમાંઅતિથિ તરીકે પધારેલા સિદ્ધપુર જનરલ હોસ્પિટલનાં આર.એમ.ઓ. ડૉ. રેખાબેન કેલાએ પોતાના સંબોધન માં સ્ત્રી સશક્તિકરણ તથા સમાજના દરેક ક્ષેત્રમાં મહિલાઓના યોગદાનને બિરદાવ્યું હતું.

રાષ્ટ્ર સેવિકા સમિતિનાં પશ્ચિમ ક્ષેત્રનાં સહકાર્યવાહિકા સુશ્રી મંજુલાબેન પટેલે પોતાના બૌદ્ધિકમાં સમિતિનો ઇતિહાસ, તેનાં કાર્યો વગેરે ઉપર પ્રકાશ પાડી સમિતિ મહિલાઓને કઈ રીતે શ્રેષ્ઠ કર્તૃત્વ, નેતૃત્વ તથા માતૃત્વ માટે તૈયાર કરે છે તેના વિશે વિગતે વાત કરી હતી.પ્રાંત શારીરિક પ્રમુખ કુ. કવિતાબેન શુક્લએ પણ ઉપસ્થિત રહી સંચલનની વ્યવસ્થા સંભાળી હતી. સમગ્ર આયોજન વિભાગ કાર્યવાહિકા રેણુબેન ઠાકર, જિલ્લા કાર્યવાહિકા કોકિલાબેન જોષી તથા પાલનપુર નગર કાર્યવાહિકા માનસીબેન પઢિયાર દ્વારા કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.