બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવારના હોર્ડિંગ્સ ઉતારી લેવાયા હોવાની રાવ
કોંગ્રેસ અગ્રણીઓએ ચૂંટણી પંચને કરી લેખિત રજૂઆત: પાલનપુર અને ડીસામાં કોંગ્રેસના ઉમેદવારના સમર્થનના હોડીગ્સ લગાવવામાં આવ્યા હતા. જે ઉતારી લેવામાં આવ્યા હોવાની રાવ ઉઠી છે. ત્યારે કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા ચૂંટણી પંચને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લામાં લોકસભા ની ચૂંટણીને લઇ ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર તેજ બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના પ્રચાર ના હોર્ડિંગ્સ મંજૂરી લઈને પાલનપુર તેમજ ડીસામાં લગાવવામાં આવ્યા હતા. જે હોર્ડિંગ્સ ઉતારી લેવાયા હોવાની રાવ સાથે પાલનપુર નગરપાલિકા ના કોર્પોરેટર આશાબેન રાવલ, લક્ષ્મીબેન કરેણ, મુકેશ ચૌહાણ સહીત અન્ય સભ્યો સાથે મળી ચૂંટણી પંચને લેખિત રજૂઆત કરી હતી. જેથી આ બાબતે ચૂંટણી પંચ દ્વારા તપાસ કરવા અંગે ખાતરી આપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.