પાલનપુરના માજી ધારાસભ્યની પત્ની સાથે છેતરપીંડીની રાવ

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)પાલનપુર, પાલનપુરના ભાજપના પૂર્વ ધારાસભ્યની પત્નીના નામે આવેલ પ્લોટનો અડાણવટે દસ્તાવેજ કરવાના બદલે
તેમની જાણ બહાર વેચાણ દસ્તાવેજ કરી છેતરપીંડી આચરવા અને આ છેતરપીંડી માં સત્તાનો દૂર ઉપયોગ કરી આરોપી ઓને મદદગારી કરવા અંગે શહેર પશ્ચિમ પોલીસ મથકના તત્કાલીન પીઆઇ, બે પોલીસ કર્મી સહિત છ ઈસમો સામે ઠગાઈ કરવા અંગે ગુનો દાખલ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

પાલનપુરના એંગોલા રોડ પર આવેલ શિવનગરમાં રહેતા ભાજપના માજી ધારાસભ્ય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાબાળ સખા મિત્ર ગોવિદભાઈ માધવલાલ પ્રજાપતિની પત્ની લીલાબેન પ્રજાપતિના નામે એગોલા રોડ પર સર્વે નંબર ૫૩૪ માં પ્લોટ આવેલ છે. જે પ્લોટનો મહેસાણાના એપોલો હાઉસમાં રહેતા મંજુલાબેન રશ્મિકાંત પટેલ, પાલનપુરના માનસરોવર રોડ પર રહેતા જાગૃતિબેન નરેશભાઈ ચંદાણી અને નરેશભાઈ ચંદાણીએ ૨૮ માર્ચ ૨૦૧૭ના રોજ પ્લોટનો અડાણવટે દસ્તાવેજ કરવાના બદલે વેચાણ દસ્તાવેજ કરી છેતરપીંડી આચરી હતી. અને આરોપીઓ પ્લોટમાં ગેરકાયદેસર પ્રવેશ કરી પ્લોટમાં આવેલ છાપરું તોડી પાંચ હજાર ઈંટો ટ્રેકટરની ટ્રોલીમાં ભરાઈ છેતરપિંડી આચરી હતી.

જે અંગે આરોપીઓ સામે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે છેતરપિંડીનો ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. જેમાં તત્કાલીન પીઆઇ સોલંકી અને વિનોદભાઈ ચૌધરી તેમજ પ્રવિણભાઈ નામના પોલીસ કર્મીઓએ સત્તાનો દુરુપયોગ કરી આરોપીઓને મદદગારી કરી ગોવિંદભાઇ પ્રજાપતિ અને તેમના ડ્રાઇવરને પ્લોટ પર ધમકી આપી ગાડીમાં બેસાડી પોલીસ મથકે પોલીસ કબ્જા માં રાખી તેમની ગાડી માંથી અગત્યના કાગળો અને ૪૫ હજાર કાઢી લીધા હોવા અંગે શહેર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાંઆવતા ચકચાર મચી જવા પામી છે.

પ્લોટના પંચનામા પૂર્વે ફરિયાદી પર ખોટી ફરિયાદ કરાઇ હતી

પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પ્રજાપતિ એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા મુંજબ, પ્લોટની છેતરપિંડી અંગે નવેમ્બર ૨૦૧૯ માં પાલનપુર સીવીલ કોર્ટમાં દાવો દાખલ કરાયો હતો. જેમાં કોર્ટ કમિશ્નર દ્રારા ૮ ડિસેમ્બર ૨૦૧૯ ના જગ્યાનું પંચનામું કરાયું હતું. જેના એક દિવસ પહેલા આરોપીઓ દ્રારા તેમના પર ખોટી ફરિયાદ દાખલ કરાઈ હતી.

તત્કાલીન પીઆઇએ ગાડીમાંથી કાગળો અને પૈસા કાઢી લીધા હતા

એફઆઈઆરમાં જણાવ્યા મુજબ, પાલનપુર શહેર પૂર્વ પોલીસ મથકના તાત્કાલિન પીઆઇ સોલંકીએ પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પ્રજાપતિને ધમકી આપી તેમને ગાડીમાં નાખી પોલીસ મથકે પોલીસ જાપતા માં રાખી તેમની ગાડી માંથી અગત્ય ના કાગળો અને ૪૫૦૦૦ રૂપિયા કાઢી લીધા હોવાનો ઉલ્લેખ કરાયો છે.

કોની કોની સામે ગુનો નોંધાયો

  • મંજુલાબેન રશ્મિકાંત પટેલ, મહેસાણા
  • જાગૃતિબેન નરેશભાઈ ચંદાણી, પાલનપુર
  • નરેશભાઈ ચંદાણી, પાલનપુર
  • સોલંકી પીઆઇ (તત્કાલીન) શહેર પશ્ચિમ પોલીસ મથક પાલનપુર
  • વિનોદભાઈ ચૌધરી, પાલનપુર
  • પ્રવિણભાઈ,
  • તત્કાલીન પોલીસ કર્મી પશ્ચિમ પોલીસ મથક પાલનપુર

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.