પાલનપુર કોલેજના પ્રેમલગ્ન કરનાર પ્રોફેસર છેતરાયા હોવાની રાવ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર
પાલનપુર કોલેજના સંગીત વિષયના પ્રોફેસર પ્રેમલગ્ન કરનાર યુવતી દ્વારા છેતરાયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીએ પ્રોફેસર ને બ્લેકમેઇલિંગ કરી ૧૫ લાખ માગ્યા હતા. અને યુવતી તેના પરિવારજનો સાથે કોલેજમાં જઇ ઝગડો કરતા આખરે પ્રોફેસરે યુવતી તેમજ તેના પરિવારજનો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પાલનપુરના એંગોલા રોડ પરની સોસાયટીમાં રહેતા મૂળ અમદાવાદ ના અને પાલનપુર ની એમ.એ પરીખ ફાઇન આર્ટસ કોલેજમાં લેક્ચરર તરીકે ફરજ બજાવતા હૃદય દેસાઈએ અગાઉ પોતાની પત્ની સાથે છૂટાછેડા લીધા બાદ એકલા રહેતા હતા. દરમ્યાન ટિફિન મોકલવાનો વ્યવસાય કરતી એક મહિલાના સંપર્ક વાળી યુવતી ઔપચારિક વાતચીત અને જાહેરમાં મળવાનું થયુ હતું. જોકે લોકડાઉન દરમિયાન ૧૫ દિવસ પ્રોફેસર હ્રદય દેસાઈ પાલનપુરની હાઉસિંગ સોસાયટીમાં યુવતીના ઘરે પણ રોકાયો હતો.

જે દરમિયાન પ્રોફેસરના પિતાનો અકસ્માત થવાથી તેઓ અમદાવાદ જતા તે વખતે યુવતીએ પ્રોફેસર ને લગ્ન કરવા વારંવાર દબાણ કરતા અને લગ્ન નહીં કરે તો હું આત્મહત્યા કરીશ તેવી યુવતીએ ધમકી આપતાં ડરી ગયેલા પ્રોફેસરે ચર્ચમાં ઔપચારિક લગ્ન કરી યુવતીને પાલનપુર ઘરે મૂકી મૂકી હતી જેના ત્રણ દિવસ પછી યુવતીએ પ્રોફેસર ને ફોન કરીને ૧૫ લાખ રૂપિયા માગી બ્લેક મેઇલ કરવા લાગી અને કોલેજ માંથી રાજીનામું આપવા તેમજ જે પગાર આવ્યો છે. તેનો અડધો પગાર આપવા દબાણ કરતિ અને નહિ માને તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

દરમિયાન ૩૦ સપ્ટેમ્બરે યુવતી અને તેની માતા સાથે કોલીજ પહોંચી પ્રોફેસર સાથે ઝઘડો કરી મોબાઈલ ઝુંટવી તોડી દઈ પાકીટ લઈ લીધું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન હાજર અન્ય પ્રોફેસર અને વિદ્યાર્થીએ યુવતી અને તેની માતાને સમજાવી પાકીટ પરત અપાવ્યું હતું જોકે બનાવ થી ડરી ગયેલ પ્રોફેસર હૃદય દેસાઈએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે યુવતી સહિત પરિવારના સભ્યો વિરુદ્ધ છેતરપિંડી અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની ફરિયાદ નોંધાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.