થરાદમાંથી વિદેશીદારૂની હેરાફેરી કરતા રાજસ્થાનના બે ઝડપાયા

બનાસકાંઠા
tharad
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ : થરાદ પોલીસે બાતમીના આધારે રાજસ્થાનથી જીપમાં ભરીને હારીજ લઇ જવાતો ૯૮૪ બોટલનો જથ્થો કબજે લઇ રાજસ્થાનના બે શખસોની અટકાયત કરી હતી. તેમજ દારૂ ભરાવનાર અને મંગાવનાર હારીજના શખસ સહિત ચાર સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
થરાદના પોલીસ ઇન્સ્પેકટર જે.બી.ચૌધરીને રાજસ્થાનથી વિદેશી દારૂ ભરીને એક જીપ આવી રહી હોવાની ખાનગી બાતમી મળી હતી. આથી સ્ટાફ રવજીભાઇ તથા પીરાભાઇ તથા વનરાજસિંહ વિગેરે વાૅચ ગોઠવી હતી. દરમ્યાન સાંચોર તરફથી બોલેરો જીપનં. ય્ત્ન૦૨ઝ્રન્ ૯૯૩૮ આવતાં તેને ઉભી રાખવા ઇશારો કરતાં ચાલકે ઉભી રાખવાના બદલે ભગાવી હતી. આથી પોલીસે પીછો કરીને નાગલા ગામની સીમમાં કેનાલ નજીક ઝડપી લીધી હતી. તેમજ જીપમાં તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ ૯૮૪, કુલ કિ.રૂા.૨,૨૨,૩૦૦ મળી આવી હતી. પોલીસે ચાલક હનુમાનસિંહ ગમદારામ નેણ(જાટ-ચૌધરી) રહે.ભીમજી તા.બાયતુ જિ.બાડમેર (રાજસ્થાન) તથા ભવરલાલ રાવતારામ કુકણા (જાટ-ચૌધરી) રહે.લાપલા કોચરીયા તા.બાયતુ જિ.બાડમેર (રાજસ્થાન) ની અટકાયત કરી હતી તથા બોલેરોની કિ.રૂા.૫,૦૦,૦૦૦ તથા મોબાઇલ ૨ કિ.રૂા.૪૦૦૦ મળી કુલ કિ.રૂા.૭,૨૬,૩૦૦ નો મુદામાલ કબજે લીધો હતો.
જો કે ઉપરોક્ત બોલેરોને આરટીઓ માન્ય રજીસ્ટ્રેશન સાચી નંબર પ્લેટ હોવા છતાં તેને ઇ્‌ર્ં રજીસ્ટ્રેશન વાળી સાચી નંબર પ્લેટ ન લગાવી તેના બદલે ખોટી બનાવટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવી હતી. પોલીસે આરોપીઓ ખોટી નંબર પ્લેટ હોવાનુ જાણવા છતાં સાચી નંબર પ્લેટ તરીકે ઉપયોગ કરતા ઝડપી લીધા હતા. વધુમાં દારૂ ભરાવનાર પ્રકાશ રેખારામ ધતરવાલ(જાટ) રહે.કવાસ તા.બાયતુ જિ.બાડમેર રાજસ્થાન તથા દારૂ મંગાવનાર અજીત રહે. હારીજ સામે ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કરવા બાબતે તથા પ્રોહીબીશન એકટ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.