રાજસ્થાનના પ્રેમી પંખીડા ડીસામાંથી ઝડપાયા

બનાસકાંઠા
rajsthan lover
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : છેલ્લા ઘણા સમયથી વિધર્મી યુવકો લવ જેહાદના નામે હિન્દૂ છોકરીઓને ભોળવીને ફસાવે છે. પ્રેમનું નાટક રચી ફસાયેલી યુવતીઓને પાછળથી વાસ્તવિક્તાની જાણ થતાં પારાવાર પસ્તાય છે. આ મામલે હિન્દૂ સંગઠનો મેદાનમાં આવી તેનો ખુલ્લેઆમ વિરોધ કરે છે તેમછતાં આવા બનાવો અવારનવાર અખબારના પાને ચમકતા રહે છે જેના વધુ એક બનાવમાં રાજસ્થાનનો લઘુમતી સમાજનો યુવક સગીર વયની હિન્દૂ યુવતીને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો હતો. તેથી તેણીના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી અને ત્યાંના હિન્દૂ સંગઠનોએ પણ વિરોધ નોંધાવ્યો હતો તેથી રાજસ્થાનની પોલીસે પ્રેમી પંખીડાને શોધવા સઘન શોધખોળ હાથ ધરી હતી. જેમાં મોબાઈલ લોકેશનના આધારે બન્ને ડીસાના નવા બસ સ્ટેન્ડ આસપાસ હોવાનું માલુમ પડ્યું હતું. જે બાતમીના આધારે ઉત્તર પોલીસે બન્ને આબાદ ઝડપી લીધા હતા. બાદમાં બન્નેને પૂછપરછ અર્થે પોલીસ મથકે લઈ જવાયા હતા. જેની જાણ થતાં ધારાસભ્ય શશીકાંત પંડ્યા સહીત હિન્દૂ સંગઠનોના પદાધિકારીઓ પોલીસ મથકે ઉમટી પડ્યા હતા અને આ મામલે રોષ દાખવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જો કે આ લખાય છે ત્યાં સુધી પોલીસે પૂછપરછ ચાલુ હોવાનું જણાવી કોઈ વિગત આપવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ લવ જેહાદનો મામલો ‘ટોક ઓફ ધી ટાઉન’ બની ગયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.