ડીસા તાલુકાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાંથી ઠંડક પ્રસરી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ વડાવલ : આ વર્ષે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અષાઢ મહિના બાદ શ્રાવણની શરૂઆતમાં પણ વરસાદ સંતાકૂકડી રમતો હોય તેમ જોવા મળી રહ્યું છે. કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા તો કેટલાક ભાગો કોરાધાકોર જોવા મળી રહ્યા છે.
ચોમાસાની શરૂઆતથી જ સાર્વત્રિક વરસાદના અભાવે ખેડૂત વર્ગ પણ ચિંતા માં જોવા મળી રહ્યો છે ત્યારે લાંબા વિરામ બાદ ડીસા તાલુકાના કેટલાક ભાગોમાં ગુરૂવારના બપોરના સમયે અચાનક વરસાદી ઝાપટું પડી જતા ખરીફના ઉભા પાકોને નવજીવન મળ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ બન્યા બાદ પણ વરસાદ ન થતાં ભારે ઉકળાટ અને બફારાથી પ્રજાજનો પણ પરેશાન થઈ ઉઠયા છે ત્યારે છેલ્લા બે દિવસથી આકાશમાં ઘેરાયેલા વાદળોને લઇ અનેક સ્થળો પર હળવો વરસાદ થયાના અહેવાલો મળી રહ્યા છે. ડીસા તાલુકાના કેટલાક વિસ્તારમાં પણ ગુરુવારના બપોરના સમયે અચાનક વરસાદનું જોરદાર ઝાપટું પડી જતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ઉઠી હતી. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં બનાસકાંઠા જિલ્લામાં સારો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે ત્યારે વરસાદના આગમનને લઇ ખેડૂતો સહિત આમ પ્રજાજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.