ભાભર પાસે ગાડીમાંથી અફીણનો રસ ઝડપાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ભાભર  : ભાભર પીએસઆઇ પી.એલ. આહીર સહિત સ્ટાફ વાહન ચેકીંગ હતા તે દરમિયાન સુઈગામ સકૅલ પાસે વાહન ચેકીંગમાં હતા ત્યારે અફીણ રસ લઇ જઇ રહ્યાની બાતમી મળતા ભાભર પોલીસ દ્વારા શંકાસ્પદ કાર આવતા પોલીસ ઉભી રખાવાનો પ્રયત્ન કરતા આરોપીએ ગાડી ભગાડી મુકેલ પોલીસ દ્વારા ગાડી પીછો કરી ઓવર ટેક કરી પોલીસે સ્વિફ્ટ ગાડી રોકી ગાડીમાં તપાસ કરતા ગાડીની તલાસી લેતાં અફીણનો રસ માલૂમ પડતાં ગાડી ચાલક સત્ય નારાયણ ઉફ્રે સતુંભાઈ મોંગી લાલ ડાગર રહે.કરમડી ખેડા રાજસ્થાનવાળાને પકડી પાડેલ ભાભર પીએસઆઇ પી એલ.આહીર દ્વારા એસઓજી પોલીસ તેમજ એફએસએલ ટીમને બોલાવી તાત્કાલિક ગુનો નોંધી માદક અફીણ રસ ૨.૬૯ ગ્રામ જેની કીમત ૨.૨૭.૯૦૦ રૂનો પરમીટ વિનાનો વેચાણ કરવા સારું અંતર રાજ્ય હેરા ફેરી કરી શિફ્ટ ગાડી નંબર આરજે.૩૩ સીએ ૦ર૮૧ જેની કિંમત ૧.૫૦.૦૦૦ રૂ. મોબાઈલ ફોન ૩ તેમજ રોકડ ૨૧૪૦૦ રૂ.મળી કુલ મુદ્દામાલ ૪.૧૦.૩૦૦ રૂ નો મુદ્દા માલ સાથે પકડી પાડેલ.
આ જથ્થો કયાંથી લાવ્યો કોને આપવાનો હતો. સ્વિફ્ટ ગાડી ભાભર ગામમાંથી કેમ નીકળેલ રાધનપુર રોડ તરફ ગાડી કયા ગામે માલ આપવા નો હોઈ જે દિશા માં પોલીસ તપાસ કરી રહી છે તેની તપાસ દિયોદર પી.એસ.આઈ. ચલાવી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.