કોરોનાના કહેર વચ્ચે કાયદાનો ભંગ કરનાર મહેસુલી કર્મીઓ દંડાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર
કોરોનાના કહેર વચ્ચે બનાસકાંઠા જિલ્લા મહેસુલી કર્મચારી બચત મંડળ ની રચના પ્રથમ ગ્રાસે મક્ષિકા પુરવાર થઇ છે. બચત મંડળની રચના ટાણે માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સિંગનો ભંગ કરનારા ૩૭ મહેસુલી કર્મચારીઓ સામે દંડકીય કાર્યવાહી હાથ ધરી તેઓ ને કાયદાનો પાઠ ભણાવાતા ચકચાર મચી જવા પામી છે. બનાસકાંઠા જિલ્લા મહેસુલી કર્મચારી બચત મંડળીની રચના કરવા પાલનપુર સ્થિત જિલ્લા કલેકટર કચેરીના ૩૭ જેટલા કર્મચારીઓ પાલનપુરના આબુ હાઇવે સ્થિત એક હોટલમાં ભેગા થયા હતા. કોરોનાના કહેર વચ્ચે બચત મંડળીની રચનાના નામે એકત્ર થઇ સમૂહ ભોજન લઇ ગેટ ટુ ગેધર જેવો કાર્યક્રમ યોજનાર મહેસુલી કર્મચારીઓ એ સરકારી ગાઈડલાઈનને નેવે મૂકી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કર્યો હોવાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતો. જેની વ્યાપક આલોચના થઇ હતી. દરમિયાન, મહેસુલી કર્મચારીઓની આ હરકત નિવાસી અધિક કલેકટરના ધ્યાને આવતા માસ્ક ન પહેરવા અને સોશીયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ પાલનપુર કલેક્ટર કચેરીના ૩૭ જેટલા કર્મચારીઓ સામે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.