થરાદના વેપારી સાથે ૧૩.૬ર લાખની છેતરપીંડી કરનાર શખ્સ ઝડપાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ  : થરાદ યાર્ડમાં મુકેશ ટ્રેડીંગ (દુકાનનં ૧૧૪) ધરાવતા અને ચોટપા ગામના ભાનુભાઇ વખતાભાઇ પટેલ નામના એક વેપારી પાસેથી રાજસ્થાનના સંદીપ કે ભટ્ટ બીવીએમ ટ્રેડીંગ કંપની પ્લોટનંબર ૪,દેવાસીયા કી ઢાણી, શ્રીનાથનગર પાલરોડ જોધપુરના વેપારીએ ૧૨૨૨૫ કિલો ગ્રામ અજમો કિંમત રૂપીયા ૧૩,૬૨,૪૭૧ના અજમાની ખરીદી કરી તેની રકમ આરટીજીએસથી કરી આપવાના વિશ્વાસમાં લીધા બાદ આપવા માટે ગલ્લાંતલ્લાં કર્યાં હતાં. ત્યાર બાદ ચેક આપીને તે બાઉન્સ કરાવ્યો હતો. આથી વેપારીએ પોતાની સાથે વિશ્વાસઘાત કરી છેતરપીંડી કર્યાની ફરિયાદ થરાદ પોલીસમથકમાં નોંધાવી હતી. પોલીસે વેપારી શખસ સામે ૪૦૬, ૪૨૦ ની જોગવાઇઓ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ શખસને થરાદ પોલીસે ઝડપી લઇને જેલ હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.